Gujarat News/ Amul એ પોતાની 700થી વધુ પ્રોડક્ટ પર ભાવ ઘટાડ્યો , 22 સપ્ટેમ્બરથી થશે અમલ

મધર ડેરીએ પણ ૨૨ સપ્ટેમ્બરથી તેના ઉત્પાદનો પર ભાવ ઘટાડાની જાહેરાત કરી હતી

Top Stories Gujarat

Gujarat News : અમૂલ બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું વેચાણ કરતી GCMMF (ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન) એ શનિવારે ઘી, માખણ, આઈસ્ક્રીમ, બેકરી અને ફ્રોઝન નાસ્તા સહિત 700 થી વધુ ઉત્પાદનોના છૂટક ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ઘટાડેલા GST દરનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે કંપનીએ ભાવ ઘટાડવાનો નિર્ણય લીધો છે. નવી કિંમતો 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. એક નિવેદનમાં, GCMMF એ જણાવ્યું હતું કે 700 થી વધુ પ્રોડક્ટ પેકની કિંમત યાદીમાં સુધારો કરવામાં આવ્યો છે, જેથી ગ્રાહકોને GST ઘટાડાનો સંપૂર્ણ લાભ મળે. આ સુધારા 22 સપ્ટેમ્બર, 2025 થી અમલમાં આવશે.

કઈ વસ્તુઓ પર શું બચત થશે?

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનએ જણાવ્યું હતું કે, “આ સુધારા માખણ, ઘી, UHT દૂધ, આઈસ્ક્રીમ, ચીઝ, ચોકલેટ, બેકરી રેન્જ, ફ્રોઝન ડેરી અને બટાકાના નાસ્તા, કન્ડેન્સ્ડ મિલ્ક, પીનટ સ્પ્રેડ, માલ્ટ-આધારિત પીણાં અને વધુ જેવી પ્રોડક્ટ કેટેગરીમાં કરવામાં આવ્યા છે.” માખણ (૧૦૦ ગ્રામ) ની MRP ૬૨ રૂપિયાથી ઘટાડીને ૫૮ રૂપિયા કરવામાં આવી છે. ઘીના ભાવ ૪૦ રૂપિયા ઘટાડીને ૬૧૦ રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યા છે. અમૂલ પ્રોસેસ્ડ ચીઝ બ્લોક (૧ કિલો) ની મહત્તમ છૂટક કિંમત ૩૦ રૂપિયા ઘટાડીને ૫૪૫ રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવી છે. ફ્રોઝન પનીર (૨૦૦ ગ્રામ) ની નવી મહત્તમ છૂટક કિંમત ૨૨ સપ્ટેમ્બરથી લાગુ પડતા વર્તમાન ૯૯ રૂપિયાથી ૯૫ રૂપિયા થશે.

ભાવ ઘટાડાથી વપરાશ વધશે

“અમૂલ માને છે કે ભાવ ઘટાડાથી વિવિધ ડેરી ઉત્પાદનો, ખાસ કરીને આઈસ્ક્રીમ, ચીઝ અને માખણનો વપરાશ વધશે, એમ નિવેદનમાં કહેવામાં આવ્યું છે. હજુ પણ ભારતમાં માથાદીઠ વપરાશ ખૂબ ઓછો છે, જેનાથી નોંધપાત્ર વૃદ્ધિની તકો ઊભી થશે.” ભાવ ઘટાડાથી તેના ડેરી ઉત્પાદનોની માંગ વધશે, જેના કારણે તેના વ્યવસાયમાં વૃદ્ધિ થશે, એમ 36 લાખ ખેડૂતોની માલિકીની GCMMF એ જણાવ્યું હતું. નોંધનીય છે કે મધર ડેરીએ પણ ૨૨ સપ્ટેમ્બરથી તેના ઉત્પાદનો પર ભાવ ઘટાડાની જાહેરાત કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Jamnagar News/જામનગરમાં 75 હજારની લાંચ લેતા સરપંચના પતિ સહિત બે ઝડપાયા

આ પણ વાંચો: Jamnagar News/જામનગરમાં મહિલા અને પુરુષ વચ્ચે લોહીયાળ ઝઘડો

આ પણ વાંચો: Jamnagar News/જામનગર: નેપાળમાં ગયેલા પ્રવાસીઓ હેમખેમ