સુરત શહેરમાં દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થવા પામ્યો છે. સુરત શહેર અને જીલ્લામાં બપોરે 12 વાગ્યા સુધીમાં ૧૪૩ પોઝીટીવ કેસ નોધાવવા પામ્યા છે. તેમજ સુરત શહેરમાં ૧૨૧ કેસ સાથે કુલ ૪૩૧૦૦ કેસ નોધાવવા પામ્યા છે અને જીલ્લામાં ૨૨ પોઝીટીવ કેસ સાથે કુલ આંક ૧૩૪૩૧ પહોચવા પામ્યો છે. જેને લઈને કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમા બહારથી આવતા લોકોએ હોમ કોરોન્ટાઈન રહેવું પડશે. તેમજ જો જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવાની પણ કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં 56% રસીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી : પ્રકાશ જાવડેકરનો સનસનીખેજ આક્ષેપ

સુરતમાં કોરોના વિસ્ફોટ થવા પામ્યો છે. જેમાં સુરત શહેરમાં કોરોના સંક્રમણ વધવા પામ્યું છે. ત્યારે બપોરે 12 વાગ્યા સુધીમાં સુરત શહેર અને જીલ્લામાં ૧૪૩ પોઝીટીવ કેસનોધાવવા પામ્યા છે. જેમાં શહેરમાં જ ૧૨૧ કેસ પ્રકાશમાં આવવા પામ્યા છે. જયારે જીલ્લામાં ૨૨ પોઝીટીવ કેસ નોધાવવા પામ્યા છે. સુરતમાં વધતા જતા સંક્રમણને રોકવા કોવીડ ૧૯ ને અનુલક્ષીને મનપાના કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાજ્ય બહારથી આવતા લોકોએ સાત દિવસ હોમ કોરોન્ટાઈન રહેવું તેમજ જો કોઈ વ્યક્તિ દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેનો પણ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં વધતા જતા કોરોના સંક્રમણને રોકવા સિટી બસ પણ બંધ કરાવી દેવામાં આવી છે. હાલમાં અગામી દિવસોમાં હોળીનો તહેવાર આવતો હોઈ લોકો વતન જવાની તૈયારીઓ કરી રહ્યા છે તેઓ પણ હવે વિમાસણમાં મૂકાઈ જવા પામ્યા છે. સુરત શહેરમાં ૧૨૧ કેસ સાથે કોરોના સંક્રમિત લોકોનો આંકડો ૪૩૧૦૦ પહોચવા પામ્યો છે. જયારે જીલ્લામાં ૨૨ પોઝીટીવ કેસ સાથે કુલ આંક ૧૩૪૩૧ પહોચવા પામ્યો છે. સુરત શહેર અને જીલ્લાનો કુલ અંક ૫૬,૫૩૧ પહોચ્યો છે.
