શનિવારનો દિવસ ભારત માટે ખાસ રહ્યો હતો. ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં એક ગોલ્ડની આશા હતી જે ભાલા ફેકમાં નીરજ ચોપડાએ મેળવીને તમામ ભારતીઓનું માથુ ગર્વથી ઉચુ કરી દીધુ છે. આ ખાસ શ્રણની દેશનાં તમામ લોકોએ ઉજવણી કરી હતી. પરંતુ જે ઉજવણી ભાજપા સરકારનાં એક મંત્રીએ કરી તે જોઇને સૌ કોઇ હેરાન થઇ ગયા હતા.

આ પણ વાંચો – #TokyoOlympic2021 / નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ દેશનાં પ્રખ્યાત રમતવીર મિલ્ખા સિંહને કર્યો સમર્પિત
ભારતનાં પુત્ર નીરજ ચોપડાએ ઓલિમ્પિકમાં દેશની છાતી ચૌડી કરી દીધી છે. નીરજે જેવલિન થ્રોમાં ગોલ્ડ જીતીને ભારતની થેલી ખુશીઓથી ભરી દીધી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશનાં તમામ નેતાઓ અને જાણીતી હસ્તીઓએ નીરજ ચોપડાને ઓલિમ્પિકમાં ગોલ્ડ લાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. આ સાથે, તેના વતન રાજ્ય હરિયાણામાં ઢોલ વગાડવામાં આવી રહ્યા છે, ખુશીની ઉજવણી કરવામાં આવી રહી છે અને મીઠાઈઓ વહેંચવામાં આવી રહી છે.
https://twitter.com/ANI/status/1423986214890196997?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1423986214890196997%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.newsnationtv.com%2Findia%2Fnews%2Fharyana-home-minister-anil-vij-breaks-into-dance-as-javelin-thrower-neeraj-chopra-wins-gold-200453.html
આ પણ વાંચો – ટોક્યો ઓલિમ્પિક્સ / દેશ માટે સૌથી સફળ ઓલિમ્પિક, 13 વર્ષ પછી ગોલ્ડ જીત્યો, 41 વર્ષ પછી હોકીમાં મેડલ
આ દરમ્યાન હરિયાણાનાં ગૃહમંત્રી અનિલ વિજનાં ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જણાવી દઇએ કે, અનિલ વિજ નીરજની જીતની ખુશખબર પર પોતાને રોકી શક્યા નહીં અને આનંદથી નાચવા લાગ્યા હતા. વીડિયોમાં વિજ ડાન્સ કરતા સ્પષ્ટપણે જોઇ શકાય છે. આપને જણાવી દઇએ કે, હરિયાણાનાં ગૃહમંત્રી અનિલ વિજ તેમના સમર્થકો સાથે ટીવી પર ઓલિમ્પિક રમતો જોઈ રહ્યા હતા. આ દરમ્યાન તેની નજર નીરજ ચોપડાનાં અભિનય પર ટકેલી હતી. નીરજે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો કે તુરંત જ વિજ ખુરશી પરથી ઉભા થયા અને હાથ ઉંચા કરીને નાચવા લાગ્યા. આ દરમ્યાન તેની સાથે હાજર અન્ય લોકો પણ ડાન્સ કરવા લાગ્યા હતા.

આ પણ વાંચો – નીરજ ચોપડાએ 2017માં જ લક્ષને ધ્યાનમાં રાખીને કરી હતી જાહેરાત, તેમના આ ટ્વિટથી જાણી શકો છો
આપને જણાવી દઈએ કે, અનિલ વિજની જનતા દરબાર કેન્ટનાં રેસ્ટ હાઉસમાં યોજાય છે. અહીં તે લોકોની સમસ્યાઓ સાંભળે છે. શનિવારે બપોરે લગભગ 3 વાગ્યે, પાણીપતનાં ખેલાડી નીરજ ચોપડાએ વર્લ્ડ ક્લાસ જેવેલિન થ્રોમાં ગોલ્ડ જીત્યો હોવાની જાણ થતાં જ તેમણે આનંદ સાથે કૂદકો માર્યો અને ડાન્સ કરવાનું શરૂ કર્યું હતુ. જે બાદ ત્યાં મીઠાઈ વહેંચવાનો રાઉન્ડ શરૂ થયો.
