Not Set/ મહારાષ્ટ્ર/ ઉદ્ધવ સરકારની આજે  ‘અગ્નિ પરીક્ષા’, ડેપ્યુટી સીએમ પદ ઉપર હોબાળો, વાસ્તવિક કે ઉપજાવી કાઢેલો..!!

ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહા વિકાસ અગાડીસરકાર શનિવારે વિધાનસભામાં બહુમતી સાબિત કરશે. ૨8-સદસ્યોના ગૃહમાં શિવસેના પાસે  56 ધારાસભ્યો છે, એનસીપીના 54 અને કોંગ્રેસ પાસે  44 ધારાસભ્યો છે. આમ ગઠબંધનને કુલ 154 ધારાસભ્યોનું સમર્થન છે, જ્યારે બહુમતનો આંકડો 145 છે. બહુમતી પરીક્ષણ પહેલા શિવસેના-કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ડેપ્યુટી સીએમ પદ પર કોઈ સર્વસંમતિ નહોતી. જ્યારે કોંગ્રેસ પોતાની […]

Top Stories India

ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહા વિકાસ અગાડીસરકાર શનિવારે વિધાનસભામાં બહુમતી સાબિત કરશે. ૨8-સદસ્યોના ગૃહમાં શિવસેના પાસે  56 ધારાસભ્યો છે, એનસીપીના 54 અને કોંગ્રેસ પાસે  44 ધારાસભ્યો છે. આમ ગઠબંધનને કુલ 154 ધારાસભ્યોનું સમર્થન છે, જ્યારે બહુમતનો આંકડો 145 છે.

બહુમતી પરીક્ષણ પહેલા શિવસેના-કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ડેપ્યુટી સીએમ પદ પર કોઈ સર્વસંમતિ નહોતી. જ્યારે કોંગ્રેસ પોતાની પાર્ટી માટે ડેપ્યુટી સીએમનું પદ ઇચ્છે છે, ત્યારે એનસીપી અને શિવસેનાએ તેના પર અસંમતિ દર્શાવી છે. નિષ્ણાંતોના મતે બહુમતી પરીક્ષણ મોટું સ્વરૂપ લઈ શકે તે પહેલા ગઠબંધનમાં વિવાદ શરૂ થયો હતો.

આ દરમિયાન બહુમતી પરીક્ષણ પૂર્વે આગાડીએ ભાજપના કાલિદાસ કોલંબકરને પ્રોટેમ સ્પીકર બનાવ્યા છે અને એનસીપીના દિલીપ વલસે પાટિલને નવા પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા છે.

રાજકીય ઉથલપાથલ વચ્ચે, અગાડીએ મંગળવારે ભાજપ અને જનતા માટે તાકાતોનું પ્રદર્શન કર્યું હતું, જેમાં મુંબઈની ગ્રાન્ડ હયાટ હોટલમાં 162 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો. મહા વિકાસ અગાડી હાલમાં પણ કેટલાક અપક્ષોના સમર્થનનો દાવો કરી રહ્યા છે. ગૃહમાં ભાજપના 105 સભ્યો છે અને તે એક પક્ષ તરીકેનો સૌથી મોટો પક્ષ છે.

મુંબઇના ઐતિહાસિક શિવાજી પાર્કમાં ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરનારા ઉદ્ધવે શુક્રવારે બપોરે 1.30 વાગ્યે મંત્રાલયના છઠ્ઠા માળે મુખ્યમંત્રી કાર્યાલય પહોંચીને પદ સંભાળ્યું હતું. આ પ્રસંગે મંત્રાલયને ભારે શણગારવામાં આવ્યું હતું.

ચાર્જ લેવા આવેલા ઉદ્ધવની સાથે તેમના ધારાસભ્ય-પુત્ર આદિત્ય ઠાકરે અને એનસીપી-કોંગ્રેસના નેતાઓ પણ હતા. અહીં પહોંચતા પહેલા ઉદ્ધવે મહારાષ્ટ્રની રચનાના આંદોલનમાં શહીદ થયેલા લોકોના સ્મરણ માટે હુતાત્મા ચોકની મુલાકાત લીધી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.