Not Set/ ગૃહ મંત્રાલયમાં યોજાઇ ઉચ્ચ સ્તરીય બેઠક, અમિત શાહ અને અજિત ડોભાલ રહ્યા હાજર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી. આ બેઠક ગૃહ મંત્રાલયમાં યોજવામાં આવી. આઇબી ચીફ અરવિંદ કુમાર અને અર્ધલશ્કરી દળોના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર  હોવાની વિગતો સામે આવી રહી છે. Union Home Minister Amit Shah is holding a high-level meeting with National Security Advisor […]

Top Stories India

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી. આ બેઠક ગૃહ મંત્રાલયમાં યોજવામાં આવી. આઇબી ચીફ અરવિંદ કુમાર અને અર્ધલશ્કરી દળોના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર  હોવાની વિગતો સામે આવી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ બેઠકમાં સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી રહી છે . ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ગુરુવારે આઈએસઆઈએસના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. એન્કાઉન્ટર બાદ ત્રણેય આતંકીઓની વજીરાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી શસ્ત્રો મળી આવ્યા હતા.

ધરપકડ કરાયેલા ત્રણે આતંકીઓ તમિળનાડુના છે. આતંકવાદીઓ પહેલા પણ જ ગુનાહિત ઘટનાઓ કરી ચૂક્યા છે. ધરપકડ કરાયેલા ત્રણે આતંકવાદીઓએ વર્ષ 2014 માં એક હિન્દુ નેતાની હત્યા કરી હતી. હિન્દુવાદી નેતાની હત્યા બાદ છ લોકો તમિલનાડુથી ફરાર થઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતનાં વડોદરા શહેરમાં પણ આતંકી પકડાયો છે. દિલ્હીમાં ઝડપાયેલા અને ગુજરાત ATS એ ઝડપાયેલાં આતંકીઓ એક જ ગૃપ ના હોવાનો ખુલાસો સામે આવી રહ્યોછે. વર્ષ 2014માં હિન્દુવાદી નેતા સુરેશ કુમારની હત્યા બાદ આજ ગ્રુપના 6 સભ્યો ફરાર થઈ ગયા હતા. દિલ્હીમાં ઝડપાયેલા 3 આતંકીઓ પૈકીના 2 આતંકીઓએ સુરેશ કુમારની હત્યા કરી હતી. આતંકી ઝફર ઉર્ફે 2014 બાદ નેપાળ ગયો હતો, ત્યારબાદ તે યુપી ગયો હતો. આ તમામ 6 આતંકીઓને વિદેશી હેન્ડલરના માધ્યમથી મળતા હતા. આતંકવાદીઓ ઇનપુટ માટે એક એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા.

એક તરફ દેશની અગ્રણી સંસ્થાઓમાંની એક દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં રવિવારે સાંજે હિંસા થઈ હતી. છુપાયેલા હુમલાખોરોએ હોસ્ટેલ પર હુમલો કર્યો. આ હુમલામાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. વિપક્ષ અને વિપક્ષી નેતાઓએ જેએનયુમાં થયેલી હિંસાની નિંદા કરી હતી. જો કે, ઘટનાના 4 દિવસ પછી પણ તેમના પર હુમલો કરનાર માસ્કવ્ડ શખ્સો હજુ સુધી ઓળખાયા નથી. ત્યારે આ પ્રકારે આ ખુંખાર આતંકીઓનું દિલ્હી અને ગુજરાતમાં ભારે શસ્ત્રો સાથે હોવું સુરક્ષાની દ્રષ્ટીથી અત્યંત સંવેદનશીલ હોવાનું માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.