Not Set/ ખાસ રીતે અપાઈ સ્વર્ગસ્થ અટલજીને શ્રધ્ધાંજલિ, છત્તીસગઢમાં હવે રહેશે અમર “અટલ નગર”

રાયપુર, ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ આપણા વચ્ચેથી વિદાય લઇ લીધી છે. એક પ્રખર રાજનેતા તરીકે તેઓની ખોટ હમેંશા દેશને રહેશે. આ સમયે અટલજીને શ્રધ્ધાંજલિ જેટલા શબ્દોથી આપીએ એટલી ઓછી છે. એક રાજનેતાની સાથે સાથે કવિ રહી ચુકેલા અટલજી લોકોનાં હૃદયમાં હમેંશા તો રહેશે, પણ હવે અટલનું નામ અમર રહે એ માટે […]

India Trending

રાયપુર,

ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ આપણા વચ્ચેથી વિદાય લઇ લીધી છે. એક પ્રખર રાજનેતા તરીકે તેઓની ખોટ હમેંશા દેશને રહેશે. આ સમયે અટલજીને શ્રધ્ધાંજલિ જેટલા શબ્દોથી આપીએ એટલી ઓછી છે.

એક રાજનેતાની સાથે સાથે કવિ રહી ચુકેલા અટલજી લોકોનાં હૃદયમાં હમેંશા તો રહેશે, પણ હવે અટલનું નામ અમર રહે એ માટે છત્તીસગઢની રાજધાનીને ‘અટલ નગર’ નામ આપવામાં આવ્યું છે.

મંગળવારે છત્તીસગઢનાં મુખ્યમંત્રી ડો. રમણ સિંહે જાહેરાત કરી હતી કે, છત્તીસગઢની હાલની રાજધાની નયા રાયપુરનું નામ બદલીને “અટલ નગર” કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ તેમણે અટલજીને શ્રધ્ધાંજલિ આપવા માટે નામકરણ કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષનાં અંતમાં ચાર રાજ્યોમાં ચૂંટણી થવાની છે અને આ પહેલા બીજેપી શાષિત રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી ગામોનાં નવાં નામકરણની પ્રક્રિયાનાં ઘણાં કિસ્સાઓ સામે આવતાં રહ્યા છે.

આ દરમિયાન ઉત્તર પ્રદેશનાં મુગલસરાય રેલ્વે સ્ટેશનનું નામ બદલીને “પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્ટેશન” કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજસ્થાનમાં ઘણાં ગામનાં નામ બદલવામાં આવ્યા હતા. જેવા કે મિયાં કા બાડા ગામનું નામ મહેશનગર કરવામાં આવ્યું હતું.