Not Set/ ઈરાને કર્યુ એક નવી મિસાઈલનું પરીક્ષણ

ઉત્તર કોરિયાના પરમાણુ પરિક્ષણોથી વધેલા તણાવ વચ્ચે હવે ઈરાને એક નવી મિસાઈલનું પરીક્ષણ કર્યુ છે. ઈરાનની આ કાર્યવાહીને સીધી રીતે અમેરિકા માટે પડકાર જોવામાં આવી રહ્યો છે. હકીકતમાં ટ્રમ્પે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમમાં સામેલ લોકો કે ઈરાન સાથે કારોબાર કરનારા લોકો પર દંડ ફટકારવાની જોગવાઈવાળા એક બિલ પર હસ્તાક્ષર કર્યા છે. એક અહેવાલ મુજબ ઈરાનના […]

World
trung quoc infonet4 ઈરાને કર્યુ એક નવી મિસાઈલનું પરીક્ષણ

ઉત્તર કોરિયાના પરમાણુ પરિક્ષણોથી વધેલા તણાવ વચ્ચે હવે ઈરાને એક નવી મિસાઈલનું પરીક્ષણ કર્યુ છે. ઈરાનની આ કાર્યવાહીને સીધી રીતે અમેરિકા માટે પડકાર જોવામાં આવી રહ્યો છે. હકીકતમાં ટ્રમ્પે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમમાં સામેલ લોકો કે ઈરાન સાથે કારોબાર કરનારા લોકો પર દંડ ફટકારવાની જોગવાઈવાળા એક બિલ પર હસ્તાક્ષર કર્યા છે. એક અહેવાલ મુજબ ઈરાનના સરકારી ટેલિવિઝન પર મિસાઈલ પરીક્ષણની કેટલીક તસવીરો પણ પ્રસારિત કરવામાં આવી છે.એક દિવસ પહેલા જ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું હતું કે તેમનો દેશ અમેરિકા અને ફ્રાન્સની આલોચના છતાં પોતાની બેલિસ્ટિક મિસાઈલ ક્ષમતાઓને આગળ વધારશે. ઈરાક-ઈરાન યુદ્ધ શરૂ થવાની વરસી પર રુહાનીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે તમે ભલે પસંદ કરો કે નહીં, પરંતુ અમે અમારી સૈન્ય ક્ષમતાઓને મજબુત કરવા જઈ રહ્યા છીએ જે બચાવ માટે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે અમે મિસાઈલ ક્ષમતાઓ મજબુત કરવાની સાથે સાથે હવાઈ, જમીની અને સમુદ્રી દળોને પણ શક્તિશાળી બનાવીશું. જ્યારે પોતાના દેશની રક્ષાની વાત આવે ત્યારે અમારે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી