સુરત અને ભરૂચ જીલ્લામાં બેંકો બહાર ગ્રાહકોને લલચાવી હાથ ચાલાકી કરી ગ્રાહકોના રૂપિયા લઇ રફુચક્કર થઇ જતી ગેંગનો એક સાગરિત ઝડપાઈ ગયો છે.

કીમ પોલીસ અને સ્પેશીયલ ઓપરેશન ગ્રુપના સંયુકત ઓપરેશનમાં આ શખ્સને ઝડપી લેવાયો. અને પોલીસ તપાસમાં એક નહિ પણ 21 ગુના પરથી પરદો ઉચકાઈ ગયો છે.

આકાશ યાદવ અને તેના સાગરિતો સુરત અને ભરૂચ જીલ્લાના અલગ અલગ તાલુકા મથકે આવેલી બેંકો બહાર ઉભા રહી જતા હતા. અને બેંક અથવા એટીએમમાંથી રોકડ લઇ નીકળતા ગ્રાહકોને વાતમાં ભોળવી કહેતા હતા કે, મારી પાસે દોઢ લાખ રૂપિયા છે. મારે બેકમાં ભરવાના છે, પણ બેકમાં ખાતું નથી એમ કહી રૂમાલમાં કોળા કાગળ લપેટી માત્ર બે અસલી નોટ ઉપર મૂકી ગ્રાહક ને લલચાવતા અને તેની પાસેથી રોકડ પડાવી લેતા હતા. અને ત્યાર બાદ ફરાર થઇ જતા હતા.
