Not Set/ ચેતજો આ ખુબસુરત બલાઓથી !!! આવી રીતે ફસાવે છે લોકોને હનીટ્રેપમાં…

આજના સમયમાં સ્ત્રીઓ પોતાના રૂપ અને મોહક સુંદરતાથી સમાજના પૈસાદાર અને મોભેદાર લોકોએને ફસાવીને પૈસા પડાવતી હોય છે. આવી સ્ત્રીઓના મોહ ઝાળમાં ફસાવાના કારણે રોજ ઘણા લોકો લૂંટાતા હોય છે. પરંતુ આ વખતે આ લફરાબાજ સ્ત્રીઓ અને તેની ગેંગ પકડાય ચૂકી છે.ત્યારે પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા તથ્થો સામે આવ્યા હતા. કિસ્સો છે સૌરાષ્ટ્ર ની ખ્યાતનામ […]

Top Stories Gujarat Rajkot Others

આજના સમયમાં સ્ત્રીઓ પોતાના રૂપ અને મોહક સુંદરતાથી સમાજના પૈસાદાર અને મોભેદાર લોકોએને ફસાવીને પૈસા પડાવતી હોય છે. આવી સ્ત્રીઓના મોહ ઝાળમાં ફસાવાના કારણે રોજ ઘણા લોકો લૂંટાતા હોય છે. પરંતુ આ વખતે આ લફરાબાજ સ્ત્રીઓ અને તેની ગેંગ પકડાય ચૂકી છે.ત્યારે પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા તથ્થો સામે આવ્યા હતા.

કિસ્સો છે સૌરાષ્ટ્ર ની ખ્યાતનામ અને હનીટ્રેપ પાથરવા માટે જાણીતી પાયલ બુટાણીનો અને હાલ પાયલ ધોરાજી પોલીસની હવાલતમાં છે. જોવા કરવામા આવે આ હનીટ્રેપની તો, ધોરાજીનાં મિલ માલિક શરદ દામાણી જેવો અન્ન ક્ષેત્ર ચલાવે છે અને સમાજમાં મોટું નામ ધરાવે છે.  તેમને તારીખ 27 મે ના સાંજે 7:30 વાગ્યે શરદનાં અંબિકા ઓઈલ મિલ કે જે જેતપુર રોડ ઉપર આવેલ છે ત્યાંથી શરદનાં મોબાઇલ પર ફોન નંબર 7*39** ઉપર થી ફોન આવ્યો. “હું તમારા ઓઈલ મિલ ઉપર આવી છું અને તમારી રાહ જોઈ રહી છું”. ફોન આવતા શરદ ઓઈલ મિલ ઉપર ગયા હતા.  જ્યાં તેમને રીન્કુ સીસોદીયા નામની યુવતી મળી હતી. શરદ તેની સાથે ઓઈલ મિલ ઉપર 20 થી 25 મિનિટ બેઠા હતા. તે દરમિયાન રીન્કુ એ કહ્યું હતું કે તેણીને તેની બહેનપણી પાયલ બુટાણી અહીં મૂકી ગઈ છે અને પાયલ બાજુના ગામ તોરણીયા ગઈ છે જે પાછી આવીને તેને લઈ જશે, ખાસો સમય પસાર થઇ ગયા પછી શરદને અન્ન ક્ષેત્રે જવાનું મોડું થતું હોવાથી તેવો જઈ રહ્યા હતા ત્યારે રીન્કુને તેઓએ ધોરાજીના ડો. પ્રવીણભાઈ ગરબી ચોક સુધી પોતાની કારમાં બેસાડી હતી.

અને ત્યારબાદ શરૂ થઇ આખી કહાણી , રીન્કુને પોતાની કાર ઉતારતાજ થોડા સમય બાદ શરદને ફરીથી ફોન આવ્યો કે તેઓ 20 લાખ રૂપિયા આપે નહિ તો તેઓને બળાત્કારનાં કેસમાં ફિટ કરીને બદનામ કરી નાખશે. આ બધું કરાવનાર હતી માસ્ટર માઈન્ડ પાયલ બુટાણી. પાયલ બુટાણીએ ફરી શરદને તેના અંબિકા ઓઇલ મિલ પર મળીને સમાધાન કરી પતાવટની વાત કરી અને 15 લાખમાં સમાધાન કર્યું. જેના ભાગ રૂપે 50 હજાર રૂપિયા રોકડા તેણીએ લઈ લીધા. જેમાં તેની સાથે આ રેકેટમાં જૂનાગઢનો ઈમ્તિયાઝ હબીબ ગામેતી, જેતપુર નવાગઢનો સલીમ ફેઝર ઠેબા અને લોધીકાનો નિમેષ જગદીશ કમાણી પણ સામેલ હતો.

શરદે કોઈ પણ જાતના ડર વગર ધોરાજી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેના પગલે ધોરાજી પોલીસ અને જેતપુર ડિવિઝન પોલીસે આ લોકો ઉપર ટ્રેપ ગોઠવીને તમામને પકડી પાડ્યા હતા. સુંદર અને માસુમ લાગતી પાયલ બુટાણી જેટલી ભોળી દેખાય છે, તેવી છે નહીં. તેની ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશન માં 16 થી પણ વધારે ગુનાઓ નોંધાય ચુક્યા છે. અને વખત ઘરપકડ વોરંટ બહાર પડેલ છે. પાયલ માટે કોઈ છોકરીનો ઉપયોગ કરી અને તેનો સાથ લઇને કોઈ પૈસાદાર અને મોભેદાર પુરુષને રૂપ અને સુંદરતાના કામણ કરીને ફસાવાનો અને પછી તેને બળાત્કાર વગેરે જેવા ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપીને લાખો રૂપિયા પડાવવા રોજનું કામ થઇ ગયુ હતું.

પરંતુ ધોરાજીના આ કિસ્સામાં પાયલે એક રીન્કુ નામની યુવતીનો ઉંપયોગ કર્યો, જો કે નિષ્ફળ રહી અને ધોરાજી પોલીસે પકડી પાડી અને હાલ પોલીસની હવાલાતમાં હવા ખાઈ રહી છે.  પરંતુ હનીટ્રેપની ગોઠવણી કરવાની માહેર પાયલ બુટાણી, આ સમગ્ર ષડયંત્રની માસ્ટર માઈન્ડ છે. સમાજનાં મોભેદાર અને પૈસાદાર લોકોને શોધે અને તેની બધી વિગતો મેળવીને પછી તેની ઉપર કોઈ છોકરીનો ઉપયોગ કરીને બળાત્કાર જેવા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને પૈસા પડાવવાની પાયલની મોડ્સ ઓપ્રેન્ડસી રહી છે.

આ મામલાની માસ્ટર માઈન્ડ પાયલ બુટાણી પર ભૂતકાળમાં કારમાં દારૂ રેખાવો, દારુનું સેવન કરવું, અસ્લિલ વિડિઓ CDનું વેચાણ કરવું, ખુલ્લે આમ દાદાગીરી કરીને પેટ્રોલ પંપ ઉપર પૈસા આપ્યા વગર પેટ્રોલ પુરાવી લેવું જેવા આનેક ગુનામાં સંડોવાણી બોલે છે.