Not Set/ વલસાડ/ સબજેલમાં હત્યાના આરોપીએ જેલમાં  જ કરી આત્મહત્યા

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલ સબ જેલમાં હત્યાના ગુનાના આરોપીએ જેલમાં  ફાસો ખાઈ કરી આત્મહત્યા કરી લેતા ચકચાર  મચી ગઈ છે. વલસાડમાં ધરમપુર ખાતે સબજેલ કસ્ટડીમાં રૂમ નંબર – 1માં ગત તા . 06 / 11 / 2019ના દિને કપરાડા પોલીસ સ્ટેશનના પ્રેમિકાની હત્યાના ગુનામાં  પકડાયેલા કપરાડા તાલુકાના વિરક્ષેત્ર કુકનીયા ફળીયાના કાચા કામના આરોપી 21 […]

Gujarat Others

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલ સબ જેલમાં હત્યાના ગુનાના આરોપીએ જેલમાં  ફાસો ખાઈ કરી આત્મહત્યા કરી લેતા ચકચાર  મચી ગઈ છે.

વલસાડમાં ધરમપુર ખાતે સબજેલ કસ્ટડીમાં રૂમ નંબર – 1માં ગત તા . 06 / 11 / 2019ના દિને કપરાડા પોલીસ સ્ટેશનના પ્રેમિકાની હત્યાના ગુનામાં  પકડાયેલા કપરાડા તાલુકાના વિરક્ષેત્ર કુકનીયા ફળીયાના કાચા કામના આરોપી 21 વર્ષીય દિપકભાઈ મોતીરામભાઈ વાઘમારને રાખવામાં આવ્યો હતો .આ આરોપી દ્વારા રાત્રી દરમિયાન રૂમની દીવાલની બારીના લોખંડના સળિયા સાથે એક ટુવાલ ભેરાવી તેના બંને છેડા સાથે જેકેટની દોરીનો એક છેડો બાંધી દોરી  વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

જેલ પ્રસાશન દ્વારા અધિકારીઓ ને જાણ કરતા  SDM , મામલતદાર, ઇન્ચાર્જ PSI , વલસાડ DYSP મનોજ શર્મા,  CPI સહિત પોલીસ કાફલો સબજેલ ખાતે પહોચ્યા હતા. તેમજ FSL અધિકારી પણ ઘટના સ્થળે આવી પહોચ્યા હતા.

SDM અને ધરમપુરના જયુડીશીયલ મેજિસ્ટ્રેટના રાહબરી હેઠળ પોલીસ અને FSL દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ બેરેકમાં થી સુસાઇડ નોટ પણ મળી હતી . મોડી સાંજે મૃતદેહને પીએમ માટે પ્રથમ સ્ટેટ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે સુરત ખાતે મૃતદેહ લઈ જવાની તજવીજ પોલીસે હાથ ધરી છે .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.