Not Set/ આણંદના આંકલાવમાં મકાનમાં આગ બેકાબુ બનતા બે દુકાનો બળીને થઇ ખાખ

આણંદ, આણંદમાં એક મકાનમાં આગ લાગી હતી. જેને લઇને અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. મળતી માહિતી અનુસાર આ આગ આણંદના આંકલાવમાં આવેલા એક મકાનમાં લાગી હતી. મકાનમાં અચાનક જ આગ લાગી હતી. આ આગ કેવી રીતે લાગી તે અકબંધ છે. પરંતુ આ આગ એટલે હદે વિકારાળ હતી કે આગની લપેટમાં આખું મકાન આવી ગયું હતું. જેથી […]

Gujarat Others Trending

આણંદ,

આણંદમાં એક મકાનમાં આગ લાગી હતી. જેને લઇને અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. મળતી માહિતી અનુસાર આ આગ આણંદના આંકલાવમાં આવેલા એક મકાનમાં લાગી હતી.

મકાનમાં અચાનક જ આગ લાગી હતી. આ આગ કેવી રીતે લાગી તે અકબંધ છે. પરંતુ આ આગ એટલે હદે વિકારાળ હતી કે આગની લપેટમાં આખું મકાન આવી ગયું હતું.

જેથી આખું મકાન બળીને ખાક થઇ ગયું હતું. સાથે આ આગની લપેટમાં બે દુકાનો પણ આવી ગઇ હતી. જે પણ બળીને ખાક થઇ ગઇ છે.

ઘટના અંગેની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આઘને કાબુમાં લેવાના પ્રયોસ હાથધર્યા હતા. મહત્વની વાત તો એ છે કે આ આગ લાગવાની ઘટનામાં સદ્દનસીબે જાનહાનિ ટળી હતી. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.