Not Set/ સુરત/ માતાએ ગુમાવી પોતાની દિકરી, એક સામાન્ય ભૂલ અને આવ્યુ આ પરિણામ

બાળકને કોઇપણ જગ્યાએ એકલુ મુકી દેનારા માતા-પિતા માટે આ સમાચાર મહત્વનાં છે. તાજેતરમાં માતા-પિતાની આંખો ઉઘાડતો વધુ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. જ્યા માતા-પિતાની એક ભૂલનાં કારણે એક ત્રણ વર્ષની બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આપને જણાવી દઇએ કે, સુરતનાં વેસુ વિસ્તારમાં પાણીની કુંડીમાં પડી જતા ત્રણ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. આ બાળકી […]

Top Stories Gujarat Surat

બાળકને કોઇપણ જગ્યાએ એકલુ મુકી દેનારા માતા-પિતા માટે આ સમાચાર મહત્વનાં છે. તાજેતરમાં માતા-પિતાની આંખો ઉઘાડતો વધુ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. જ્યા માતા-પિતાની એક ભૂલનાં કારણે એક ત્રણ વર્ષની બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આપને જણાવી દઇએ કે, સુરતનાં વેસુ વિસ્તારમાં પાણીની કુંડીમાં પડી જતા ત્રણ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. આ બાળકી ઘરની બહાર રમતા રમતા પાણીની કુંડીમાં પડી ગઈ હતી. જણાવી દઇએ કે, જે સમયે બાળકીનો પરિવાર ઘરમાં હતો તે દરમિયાન બાળકી પાણીની કુંડીમાં પડી ગઈ હતી. પરિવારને ઘટનાની જાણ થતા બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. પરંતુ સારવાર દરમિયાન બાળકીનું કરુણ મોત નિપજ્યું હતું. બાળકીની મોત બાદથી જ પરિવારમાં ગમગીન માહોલ સર્જાયુ છે. મળી રહેલી માહિતી અનુસાર બાળકીની માતાની રડી-રડીને પાગલ થઇ ગઇ છે. એક માસૂમ બાળકી કે જેણે હજુ દુનિયા શું છે તે પણ સમજ્યુ નહોતુ તે હવે તેમના પરિવારને છોડી બહુ દૂર ચાલી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, બાળકનું ધ્યાન માતા-પિતા રાખતા જ હોય છે પરંતુ ક્યારેક એક સામાન્ય ભૂલ કે જેની સજા તમારા બાળકને મળી શકે છે. જે આ કિસ્સામાં તમે જોયુ. માતા-પિતાને સમપને પણ ખ્યાલ નહી હોય કે તેમની સામાન્ય લાપરવાહી તેમની બાળકીને તેમનાથી દૂર કરી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.