Gir Somnath News : સૌરાષ્ટ્રના દરિયાકિનારેથી વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઈ છે. ગીર સોમનાથના ધામલેજ દરિયાકિનારેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. . પ્રથામિક તપાસમાં આ ડ્રગ્સ ચરસ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. દરિયાકિનારેથી મળેલા આ ચરસની કિંમત અંદાજે ચાર કરોડ રુપિયા હોવાનું અનુમાન છે.
આ બનાવની વિગત મુજબ એસઓજીઅને પેટ્રોલિંગ અધિકારીઓએ માહિતીને આધારે આ રેડ પાડી હતી. જેમાં દરિયા કિનારે પેટ્રોલિંગ દરમિયાન ચરસના 9 પેકેટ મળી આવ્યા હતા. ચરસનો આ જથ્થો મળી આવ્યા બાદ એફએસએલની મદદ લેવામાં આવી પહી છે. હાલમાં અધિકારીઓ ચરસનો આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોને ડિલીવરી કરવાની હતી તે અંગે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદથી ખરીફ પાકોનું ૭૦ લાખ હેક્ટર જમીનમાં વાવેતર: કૃષિ મંત્રી રાઘવજી પટેલ
આ પણ વાંચો:સુરતમાં સ્પા – મસાજની આડમાં ચાલતા દેહવ્યાપાર વિરૂદ્ધ અડાજણ પોલીસની કાર્યવાહી
આ પણ વાંચો:રાજકોટમાં યુવતી નશાની હાલતમાં મળી આવતા પોલીસ મૂંઝવણમાં
