જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકને લોકસભાનાં વિપક્ષી નેતા અધીર રંજન ચૌધરીએ નિશાનો બનાવતા તેમને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બનાવવાની સલાહ આપી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે સત્યપાલ મલિક એક તરફ વિરોધી પક્ષોને આમંત્રણ આપે છે અને પછી તેમને અટકાવે છે. એ વાત જુદી છે કે સત્યપાલ મલિકે તે પછી રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતુ.
સત્યપાલ મલિકે કહ્યું કે, રાહુલ ગાંધીએ તેમના આમંત્રણને વ્યવસાયમાં પરિવર્તિત કર્યો. મેં કહ્યું કે જો તમને અમારા પર વિશ્વાસ ન હોય તો આવો અને ગ્રાઉન્ડ રિયાલિટી જુઓ. પરંતુ રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ અટકાયત કરેલા નેતાઓને મળશે, સેનાને મળશે. પરંતુ મે સ્પષ્ટ કર્યું કે આવી શરતો સ્વીકારી શકાતી નથી.
J&K Governor, SP Malik in Delhi: Rahul Gandhi has made my invitation an unending business. I had said if you don't believe us then come & visit, later he said I'll meet ppl under house arrest, will meet Army. I said I can't accept these conditions & leave it to administration. pic.twitter.com/Vrrf6Zrg19
— ANI (@ANI) August 26, 2019
સત્યપાલ મલિકે કહ્યું કે, અમે આર્ટિકલ 370 ને નિષ્પ્રભાવી બનાવી દીધી છે અને તમે તેની અસર આગામી સમયમાં જોશો. અમે જમ્મુ-કાશ્મીરનાં લોકોનાં વિકાસ માટે જીવીશું અને એવી સ્થિતિ ઉભી કરીશું કે પીઓકેનાં લોકો પણ કહેશે કે જુઓ, જમ્મુ-કાશ્મીર રહેવા માટે એક ઉત્તમ સ્થળ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
