Not Set/ કોંગ્રેસના “AA”ના આરોપ અંગે રક્ષા મંત્રીએ આપ્યો જવાબ, કહ્યું, “RV એ PMમાં નહિ પણ દેશના…

નવી દિલ્હી, ફાઈટર પ્લેન રાફેલની ડીલને લઈ દેશના રાજકારણમાં ભૂચાલ આવી ગયો છે. સત્તા પક્ષ ભાજપ અને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા આરોપોના મારા બાદ આ મુદ્દે લોકસભામાં પણ હંગામો જોવા મળી રહ્યો છે. કેન્દ્રની મોદી સરકાર પર કોંગ્રેસ પાર્ટી તેમજ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા સતત આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, આ ડીલમાં ભ્રષ્ટાચાર […]

Top Stories India Trending

નવી દિલ્હી,

ફાઈટર પ્લેન રાફેલની ડીલને લઈ દેશના રાજકારણમાં ભૂચાલ આવી ગયો છે. સત્તા પક્ષ ભાજપ અને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા આરોપોના મારા બાદ આ મુદ્દે લોકસભામાં પણ હંગામો જોવા મળી રહ્યો છે.

કેન્દ્રની મોદી સરકાર પર કોંગ્રેસ પાર્ટી તેમજ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા સતત આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, આ ડીલમાં ભ્રષ્ટાચાર થયો છે તેમજ ચોકીદાર ચોર છે.

ત્યારબાદ શુક્રવારે આ લોકસભામાં ચર્ચા દરમિયાન સરકાર તરફથી જવાબ આપતા રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, “રાફેલ ડીલએ દેશની સેનાની જરૂરત છે અને આપણા દેશને પાડોશી દેશોથી ખતરો છે જેથીં પોતાની બોર્ડરને સુરક્ષિત રાખવા માટે સેનાને મજબૂતી આપવાની જરૂરત છે”.

બીજી બાજુ રાહુલ ગાંધી દ્બારા આ કોન્ટ્રાક્ટ HALને આપવાને બદલે અનિલ અંબાણીની કંપનીને આપવા અંગે સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ આ આરોપોનો જવાબ આપતા તેઓએ કહ્યું, AA (અનિલ અંબાણી)ની વાત કરો છો તો દરેક AAના જવાબમાં RV (રોબર્ટ વાડ્રા) અને Q (ક્વાત્રોચી)નું નામ પણ આવી જાય છે. સાથે સાથે તેઓએ કહ્યું, RV એ પ્રધાનમંત્રીના નહિ પણ દેશના જમાઈ છે”.

તેઓએ વધુમાં કહ્યું, “કોંગ્રેસ દેશને ગુમરાહ અને ખોટું બોલીને હંગામો કરી રહી છે, પરંતુ જો રાફેલ અંગે રાહુલ ગાંધીને કોઈની સાથે કોઈ વાત થઇ છે તો તેઓ ગૃહમાં તેની પૃષ્ટિ કરી શકે છે”.

“UPAની ૧૮ વિમાનોની સંખ્યા વધારીને અમે ૩૬ કરી છે, જયારે કોંગ્રેસ દેશને ખોટું જણાવી રહી છે કે, મોદીજી એ વિમાનોની સંખ્યા ઘટાડી દીધી છે”.

“કોંગ્રેસ પાર્ટી HALને લઇ ખોટા મગરના આંસુ વહાવી રહી છે પરંતુ અમે HALને ૧ લાખ કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ આપ્યા છે. UPAમાં HALની ક્ષમતા ૮  એરક્રાફ્ટની હતી જે અમે વધારીને ૧૬ કરી છે”.

બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકાર કોર્ટના નિર્ણયના આધાર પર ક્લીનચિટ લેવા માંગે છે પરંતુ અમારા દ્વારા પહેલા જ નકારવામાં આવ્યું છે કે આ મુદ્દે નિર્ણય સંસદમાં જ થશે”.

તેઓએ વધુમાં કહ્યું, “રાફેલ વિમાનની કિંમત શાકના ડાયરામાં છે. સરકાર શરૂઆતથી જ કિંમત છુપાવી રહી છે અને આ માટે ડીલનો હવાલો આપી રહી છે”.