Not Set/ પ્રયોગશાળામાં માનવ ઈંડા વિકસિત કરવામાં મળી સફળતા, કેન્સરના ઈલાજમાં થશે ફાયદો

એડિનબરા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત પ્રયોગશાળામાં સફળતાપૂર્વક માનવ ઈંડા વિકસીત કર્યા હોવાનો દાવો કર્યો છે. આ સંશોધન પ્રજનન સંબંધિત સમસ્યા ધરાવતા દંપત્તિ માટે આશાનુ નવું કિરણ લઈને આવી છે. નિષ્ણાંતોનુ માનવુ છે ,કે આ પ્રયોગથી એ સમજવામાં મદદ મળશે કે માનવ ગર્ભ કઈ રીતે તૈયાર થાય છે. એટલુ જ નહીં તેનાથી કીમોથેરાપી અથવા રેડીયોથેરાપીમાંથી પસાર […]

Top Stories

એડિનબરા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત પ્રયોગશાળામાં સફળતાપૂર્વક માનવ ઈંડા વિકસીત કર્યા હોવાનો દાવો કર્યો છે. આ સંશોધન પ્રજનન સંબંધિત સમસ્યા ધરાવતા દંપત્તિ માટે આશાનુ નવું કિરણ લઈને આવી છે.

નિષ્ણાંતોનુ માનવુ છે ,કે આ પ્રયોગથી એ સમજવામાં મદદ મળશે કે માનવ ગર્ભ કઈ રીતે તૈયાર થાય છે. એટલુ જ નહીં તેનાથી કીમોથેરાપી અથવા રેડીયોથેરાપીમાંથી પસાર થઈ રહેલ મહિલાઓને આશાની એક નવી કિરણ મળશે. આ પહેલા ઉંદરો પર તેનો સફળ પ્રયોગ થઈ ચુક્યો છે. પરંતુ માનવ ઈંડા માટે આ પ્રયોગ ખૂબ જ જટિલ સાબિત થયો હતો.

આ શોધ કરનાર ટીમના સભ્ય પ્રોફેસર ટેલ્ફરે જણાવ્યુ હતું કે, આ પ્રયોગને મળેલ સફળતા ઉત્સાહજનક છે. તેનાથી હવે એ સાબિત થઈ ગયુ છે કે, માનવ ઉત્પત્તિના રહસ્યો ઉકેલી શકાશે. પરંતુ હજી માનવ ઈંડાની ગુણવત્તાનુ પરિક્ષણ અને તેના સંરક્ષણની સ્થિતિમાં સુધારો કરવા માટે ઘણુ બધુ કામ કરવાનુ બાકી છે.

પ્રોફેસર ટેલ્ફરે જણાવ્યુ હતું કે, માનવ ઉત્પતિના રહસ્યોને સમજવા માટે આ સંશોધન વરદાનરુપ સાબિત થશે. તેમજ તેનાથી કુદરતના અનેક મહત્વપૂર્ણ સિદ્ધાંતોને પણ ઉકેલી શકાશે. આશા રાખવામાં આવી રહી છે, કે આ સફળતા બાદ કૃત્રિમ રીતે માનવ જન્મ શક્ય બનશે. જોકે, હજી આ દિશામાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ આગળ જતા તેની સફળતા મળી શકે છે.

આ નવી શોધ પછી કેન્સર રોગી બાળકીઓના ઈંડાની રક્ષા કરવામાં આવશે. પ્રયોગશાળામાં ઈંડા વિકસિત કરવા માટે જરૂરી, પરીસ્થિતિ, ઓક્સિજન લેવલ, હાર્મોન, પ્રોટીનની જરૂરત હોય છે.