Ahmedabad News/ સોલા ઉમિયા કેમ્પસની હોસ્ટેલમાં 16 વર્ષના વિદ્યાર્થીનું મોત, ડિપ્લોમા મિકેનિકલના પ્રથમ વર્ષમાં કરતો હતો અભ્યાસ

અમદાવાદના સોલા ઉમિયા કેમ્પસ (Sola Umiya Campus)ની બોયઝ હોસ્ટેલમાં 16 વર્ષના ડિપ્લોમા મિકેનિકલના વિદ્યાર્થીનું મોત થતાં ચકચાર મચી છે. સોલા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Sola Umiya Campusની હોસ્ટેલમાં 16 વર્ષના વિદ્યાર્થીનું મોત

Ahmedabad News: અમદાવાદના એસજી હાઈવે પર આવેલા સોલા ઉમિયા કેમ્પસ (Sola Umiya Campus)ની બોયઝ હોસ્ટેલમાં રહેતા 16 વર્ષના સગીર વિદ્યાર્થીનું હોસ્ટેલ પરથી પડી જવાથી મોત થયું છે. ઘટનાને પગલે સોલા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મૂળ અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના ગીતાપુર ગામનો 16 વર્ષીય તુષાર દોલતભાઈ પટેલ સોલા ઉમિયા કેમ્પસ (Sola Umiya Campus)માં આવેલી જે.એસ. પટેલ (આજોલ) બોયઝ હોસ્ટેલમાં રહેતો હતો. તુષાર આર.સી. ટેકનિકલ કોલેજમાં ડિપ્લોમા મિકેનિકલના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો.

Sola Umiya Campus: 11મા અને 12મા માળ વચ્ચેની ખુલ્લી જગ્યાએથી પડ્યો

13 ઓગસ્ટના રોજ તુષાર હોસ્ટેલના 11મા અને 12મા માળ વચ્ચે આવેલી ખુલ્લી જગ્યા પરથી નીચે પડ્યો હતો. ઘટનાની જાણ થતાં હોસ્ટેલમાં અને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસને જાણ કરવામાં આવતા સોલા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ આ સમગ્ર મામલે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

એક દિવસ પહેલા જ ગામડેથી હોસ્ટેલ પર આવ્યો હતો

પરિવાર તરફથી મળતી વિગતો મુજબ, તુષાર ઘટનાના માત્ર એક દિવસ અગાઉ જ પોતાના ગામ ગીતાપુરથી હોસ્ટેલ (Sola Umiya Campus) પર પરત આવ્યો હતો. તે છેલ્લા એક મહિનાથી હોસ્ટેલમાં રહેતો હતો અને કોલેજમાં અભ્યાસ કરતો હતો.તુષારના મોત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસ દ્વારા ઘટનાની વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. પરિવારજનો, હોસ્ટેલ સંચાલકો અને અન્ય સંબંધિત લોકો પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે.

દોઢ મહિના પહેલા થયું હતું હોસ્ટેલનું ઉદ્ઘાટન

જે.એસ. પટેલ (આજોલ) બોયઝ હોસ્ટેલનું ઉદ્ઘાટન આશરે દોઢ મહિના અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. નવી બનેલી હોસ્ટેલમાં વિ


આ પણ વાંચો:13 વર્ષીય વિદ્યાર્થીનું સારવાર ન મળતા મોત, મોટા ભાઈ મેઘને રાતભર જાગીને ખોળામાં પંપાળતો રહ્યો, કર્મચારી સસ્પેન્ડ

આ પણ વાંચો:હોસ્ટેલમાં હૃદય બંધ થતાં વિદ્યાર્થીનું દુઃખદ નિધન, એકને એક દિકરો પરિવારે ગુમાવ્યો, પરિવાર શોકમગ્ન

આ પણ વાંચો:મહેસાણામાં સ્કૂલમાં કરંટ લાગતા વિદ્યાર્થીનું મોત