Rajkot News/ રાજકોટમાં તિરંગા યાત્રા બાદ બેદરકારીનો ભોગ વાહનચાલકો

રાજકોટમાં તિરંગા યાત્રા (Rajkot Tiranga Yatra)બાદ કોર્પોરેશનની એજન્સીની બેદરકારી સામે આવી છે

Gujarat Rajkot
રાજકોટમાં તિરંગા યાત્રા (Rajkot Tiranga Yatra)બાદ કોર્પોરેશનની એજન્સીની બેદરકારી સામે આવી છે.

Rajkot News : રાજકોટમાં તિરંગા યાત્રા (Rajkot Tiranga Yatra)બાદ કોર્પોરેશનની એજન્સીની બેદરકારી સામે આવી છે. શહેરના બહુમાળી ચોક (Bahumali Chowk) વિસ્તારમાં રસ્તા પર મંડપ સર્વિસ માટે ઉપયોગમાં લેવાયેલી ખીલીઓ જોવા મળતાં વાહનચાલકોની મુશ્કેલી વધી છે.

સ્થળ પર રસ્તા પર છૂટીછવાઈ પડેલી ખીલીઓના કારણે ટૂ-વ્હીલર સહિત અન્ય વાહનોના ટાયર પંચર થવાની ફરિયાદો સામે આવી રહી છે. વાહનચાલકો માટે રસ્તા પર પડેલી આ ખીલીઓ અકસ્માતનું કારણ પણ બની શકે છે.

રાજકોટમાં તિરંગા યાત્રા (Rajkot Tiranga Yatra)બાદ રસ્તા પરથી ખીલી સહિતની સામગ્રી દૂર કરવાની જવાબદારી સંબંધિત એજન્સીની

તિરંગા યાત્રા માટે મંડપ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્થળની સફાઈ અને રસ્તા પરથી ખીલી સહિતની સામગ્રી દૂર કરવાની જવાબદારી સંબંધિત એજન્સીની હોવાનું માનવામાં આવે છે. જોકે, બહુમાળી ચોક વિસ્તારમાં રસ્તા પર ખીલીઓ રહી જતાં એજન્સીની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

વાહનચાલકોનું કહેવું છે કે રસ્તા પર પડેલી નાની ખીલીઓ દેખાતી ન હોવાથી અચાનક ટાયર પંચર થઈ શકે છે અને વાહનનું સંતુલન ગુમાવવાથી અકસ્માતની શક્યતા પણ રહે છે.

હવે સવાલ એ છે કે કોર્પોરેશન (Rajkot Corporation)તંત્ર આ બેદરકારીની નોંધ લઈને સંબંધિત મંડપ સર્વિસ એજન્સી સામે કોઈ કાર્યવાહી કરશે કે નહીં? તેમજ રસ્તા પરથી ખીલીઓ સહિતની સામગ્રી તાત્કાલિક દૂર કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું.


આ પણ વાંચો : ગાંધીનગરમાં ભવ્ય તિરંગા યાત્રા: CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- ‘હર ઘર તિરંગા’ને ‘હર દિલ તિરંગા’નું જનઆંદોલન બનાવીએ

આ પણ વાંચો : રાષ્ટ્રપ્રેમના રંગમા રંગાયું અમદાવાદ : કુબેરનગર સ્થિત આદર્શ સ્કૂલથી મેઘાણીનગર રામેશ્વર સર્કલ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

આ પણ વાંચો : મજૂરા વિધાનસભા પરિવાર દ્વારા પાર્લે પોઈન્ટ- SVNIT સર્કલ- પીપલોદના કારગીલ ચોક સુધીની તિરંગા યાત્રા યોજાઈ