Gandhinagar News/ ગાંધીનગરમાં ભવ્ય તિરંગા યાત્રા: CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- ‘હર ઘર તિરંગા’ને ‘હર દિલ તિરંગા’નું જનઆંદોલન બનાવીએ

Tiranga Yatra 2026: ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં 2.4 કિમીની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. ‘હર ઘર તિરંગા’ને ‘હર દિલ તિરંગા’ બનાવવાનો સંદેશ ગૂંજ્યો.

Top Stories Gandhinagar Gujarat
Tiranga Yatra 2026: ‘હર ઘર તિરંગા’ને ‘હર દિલ તિરંગા’

Gandhinagar News: ગાંધીનગરમાં દેશભક્તિના રંગે રંગાયેલી ભવ્ય રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું (Tiranga Yatra 2026) આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના ગ-6 સર્કલથી અક્ષરધામ મંદિર સુધીની 2.4 કિલોમીટરની તિરંગા યાત્રાનો (Gandhinagar Tiranga Yatra) પ્રારંભ કરાવ્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકો હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાયા હતા.

Tiranga Yatra 2026: ‘હર ઘર તિરંગા’ને ‘હર દિલ તિરંગા’ બનાવવાનો સંકલ્પ

Tiranga Yatra 2026:  ‘હર ઘર તિરંગા’ને ‘હર દિલ તિરંગા’
‘હર ઘર તિરંગા’ને ‘હર દિલ તિરંગા’

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) આ પ્રસંગે ‘હર ઘર તિરંગા’ અભિયાનને ‘હર દિલ તિરંગા’નું જનઆંદોલન બનાવવા આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે તિરંગા યાત્રા માત્ર રાષ્ટ્રધ્વજ સાથેની યાત્રા નથી, પરંતુ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવતી યાત્રા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના વિચારને સાકાર કરવા સૌએ રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે આગળ વધવું જોઈએ.

2.4 કિલોમીટરના રૂટ પર દેશભક્તિનો માહોલ

ગ-6 સર્કલથી અક્ષરધામ મંદિર સુધીના 2.4 કિલોમીટરના રૂટ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ બેન્ડ, નાસિક ઢોલ અને પોલીસ વિભાગના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા ‘ડેરડેવિલ્સ શો’એ યાત્રામાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. સમગ્ર માર્ગ પર દેશભક્તિના ગીતો અને તિરંગાની લહેર વચ્ચે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.

Tiranga Yatra 2026:  ‘હર ઘર તિરંગા’ને ‘હર દિલ તિરંગા’
Tiranga Yatra 2026: ‘હર ઘર તિરંગા’ને ‘હર દિલ તિરંગા’

મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા

ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ મોટી સંખ્યામાં ગાંધીનગરવાસીઓ જોડાયા હતા. નાગરિકોએ હાથમાં તિરંગો લઈને રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના વ્યક્ત કરી હતી.

‘વિકસિત ભારત 2047’ માટે કર્તવ્યબદ્ધ થવાનો સંદેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આઝાદીના લડવૈયાઓના ત્યાગ અને બલિદાનને નવી પેઢી સુધી પહોંચાડવું જરૂરી છે. યુવાનો તેમના જીવન અને સંઘર્ષમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્ર પ્રથમની ભાવનાને જીવનમાં ઉતારે તેવો સંદેશ તિરંગા યાત્રામાં રહેલો છે. તેમણે ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવા દેશ માટે પોતાની જવાબદારી નિભાવવાનો પણ અનુરોધ કર્યો હતો.

Tiranga Yatra 2026:  ‘હર ઘર તિરંગા’ને ‘હર દિલ તિરંગા’
Tiranga Yatra 2026: ગાંધીનગરમાં દેશભક્તિના રંગે રંગાઈ સડકો

મેયર મીરાબેન પટેલે પણ વ્યક્ત કર્યો રાષ્ટ્રપ્રેમનો સંદેશ

ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રધ્વજ માત્ર ત્રણ રંગોનું કાપડ નથી, પરંતુ રાષ્ટ્રીય ગૌરવ, એકતા, અખંડિતતા અને શૌર્યનું પ્રતીક છે. તેમણે ગાંધીનગરની તિરંગા યાત્રાને ‘રાષ્ટ્ર પ્રથમ’ના સંકલ્પને વધુ મજબૂત બનાવતી ઐતિહાસિક યાત્રા ગણાવી હતી.

અનેક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

તિરંગા યાત્રાના પ્રારંભ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, ધારાસભ્યો, મુખ્યસચિવ મનોજ કુમાર દાસ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશ પટેલ, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, રીટાબેન પટેલ, જે.એસ. પટેલ, ગુજરાત બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જર, સંગઠન મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, ગાંધીનગર શહેર સંગઠન પ્રમુખ આશિષ દવે સહિતના આગેવાનો તથા અધિકારીઓ પણ યાત્રામાં જોડાયા હતા.

દેશભક્તિના રંગે રંગાયું ગાંધીનગર

ગાંધીનગરની સડકો પર મોટી સંખ્યામાં લહેરાતા તિરંગા અને દેશભક્તિના કાર્યક્રમોથી સમગ્ર પાટનગર રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું હતું. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રાએ નાગરિકોમાં દેશ પ્રત્યેની એકતા, ગૌરવ અને રાષ્ટ્રભાવનાનો સંદેશ વધુ મજબૂત બનાવ્યો હતો.


આ પણ વાંચો: ગાંધીનગરના શોરૂમમાં ₹1.86 કરોડની ઉચાપત! 236 ગ્રાહકોના ખાતામાં ખોટી એન્ટ્રી

આ પણ વાંચો: રાજકોટ સિવિલમાં થેલેસેમિયાની દવાઓની અછતનો વિવાદ: હોસ્પિટલ તંત્રનો ખુલાસો, ‘તમામ જરૂરી દવાઓ ઉપલબ્ધ’

આ પણ વાંચો: ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચા, આગામી મુખ્ય સચિવની રેસમાં મહિલા IAS અધિકારીઓનાં નામો