Rajkot News/ રાજકોટ સિવિલમાં થેલેસેમિયાની દવાઓની અછતનો વિવાદ: હોસ્પિટલ તંત્રનો ખુલાસો, ‘તમામ જરૂરી દવાઓ ઉપલબ્ધ’

Thalassemia Medicine ની અછતના આક્ષેપો વચ્ચે રાજકોટ સિવિલે સ્પષ્ટતા કરી. 520 દર્દીઓની સારવાર ચાલુ હોવા સાથે જરૂરી દવાઓ અને LR બેગનો સ્ટોક ઉપલબ્ધ હોવાનો તંત્રનો દાવો.

Gujarat Top Stories Rajkot
Thalassemia Medicine: મુદ્દે રાજકોટ સિવિલનો ખુલાસો!

Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા દર્દીઓ (Thalassemia Patients) માટે જરૂરી દવાઓ અને મેડિકલ સામગ્રીની અછત હોવાના આક્ષેપો (Thalassemia Medicine) બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના જણાવ્યા મુજબ, થેલેસેમિયાના દર્દીઓની સારવારમાં કોઈ વિક્ષેપ થયો નથી અને જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

Thalassemia Medicine: 520 થેલેસેમિયા દર્દીઓની સારવાર

Thalassemia Medicine: મુદ્દે રાજકોટ સિવિલનો ખુલાસો!
Thalassemia Medicine: મુદ્દે રાજકોટ સિવિલનો ખુલાસો!

રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) તંત્રના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં આશરે 520 થેલેસેમિયા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. દર્દીઓની નિયમિત સારવારમાં કોઈ અડચણ ન આવે તે માટે જરૂરી દવાઓ અને મેડિકલ સામગ્રીનો પુરવઠો જાળવવામાં આવી રહ્યો છે.

LR બેગની અછત દૂર, પૂરતો સ્ટોક ઉપલબ્ધ

થેલેસેમિયા દર્દીઓ માટે મહત્વપૂર્ણ ગણાતી LR બેગની અછત અંગે પણ સિવિલ તંત્રએ સ્થિતિ સ્પષ્ટ કરી છે. હોસ્પિટલના જણાવ્યા મુજબ, અગાઉ સર્જાયેલી અછત હવે દૂર કરવામાં આવી છે અને હાલમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.

પેટન્ટેડ દવા ન મળે તો વિકલ્પ ઉપલબ્ધ

સિવિલ હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે કે કોઈ ચોક્કસ પેટન્ટેડ દવા ઉપલબ્ધ ન હોય ત્યારે દર્દીઓની સારવાર અટકાવવામાં આવતી નથી. સમાન અસરકારક વૈકલ્પિક દવા ઉપલબ્ધ કરાવીને સારવાર ચાલુ રાખવામાં આવે છે.

જરૂર પડે ત્યાં લોકલ ખરીદીથી દવાઓ અપાય છે

Thalassemia Medicine: મુદ્દે રાજકોટ સિવિલનો ખુલાસો!
દર્દીઓ વચ્ચે દવાઓની અછતનો વિવાદ- file photo

હોસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ, થેલેસેમિયા દર્દીઓના હિતને ધ્યાનમાં રાખીને જરૂરિયાત ઊભી થાય ત્યારે દવાઓની લોકલ ખરીદી પણ કરવામાં આવે છે. જેથી દવાઓની અછતને કારણે દર્દીઓની સારવારમાં વિક્ષેપ ન આવે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે.

વિરોધ બાદ સિવિલ તંત્રની સ્પષ્ટતા

દવાઓ અને મેડિકલ સામગ્રીની ઉપલબ્ધતા અંગે વિરોધ અને અછતના આક્ષેપો વચ્ચે સિવિલ હોસ્પિટલ દ્વારા સમગ્ર સ્થિતિ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. તંત્રનું કહેવું છે કે દર્દીઓની સારવારને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને જરૂરી દવાઓ તથા સામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે સતત વ્યવસ્થા કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: રાજકોટ સિવિલમાં થેલેસેમિયા પીડિત બાળકોની મુશ્કેલી સામે અનોખો વિરોધ, ‘ચાર્લી ચેપ્લિન’ બની જાગૃત નાગરિકે ઉઠાવ્યો અવાજ

આ પણ વાંચો: રાજકોટની સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના ઈંજેક્શનનો જથ્થો ખાલી થતા દર્દીઓને હાલાકી

આ પણ વાંચો: થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓએ આહારમાં સામેલ ના કરે આ ખોરાક, બગડી શકે છે તબિયત, જાણો કયા છે ખોરાક

 

Rajkot Civil Hospital, Rajkot News, Thalassemia Treatment, Thalassemia Medicine, Thalassemia Patients Rajkot, LR Bag Shortage, Rajkot Civil Hospital News, Gujarat Health News, Thalassemia Medicine Shortage, Rajkot Hospital