Gandhinagar News/ ગાંધીનગરના શોરૂમમાં ₹1.86 કરોડની ઉચાપત! 236 ગ્રાહકોના ખાતામાં ખોટી એન્ટ્રી

ગાંધીનગરના કુડાસણ સ્થિત ઇલેક્ટ્રિક સ્કૂટર શોરૂમ (Gandhinagar Showroom Fraud)માં સોફ્ટવેર સાથે ચેડાં કરીને રૂ.1.86 કરોડની ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ છે. વાર્ષિક ઓડિટ દરમિયાન મામલો સામે આવ્યા બાદ ઇન્ફોસિટી પોલીસે જનરલ મેનેજર સહિત ચાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Gandhinagar Showroom Fraud: શોરૂમમાં સોફ્ટવેર સાથે ચેડાં કરી ₹1.86 કરોડની ઉચાપતનો આરોપ

Gandhinagar News: ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિક સ્કૂટરના શોરૂમ (Gandhinagar Showroom Fraud)માં કરોડો રૂપિયાની નાણાકીય ગેરરીતિ સામે આવી હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, શોરૂમ (Gandhinagar Showroom Fraud)માં જવાબદાર હોદ્દા પર કામ કરતા ચાર કર્મચારીઓએ કથિત રીતે સોફ્ટવેરમાં ખોટી એન્ટ્રીઓ કરીને ગ્રાહકો પાસેથી વસૂલેલી રકમ કંપનીના ખાતામાં જમા કરાવી નહોતી. આ રીતે કુલ રૂ.1.86 કરોડની રકમની ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ છે.

વાર્ષિક ઓડિટ દરમિયાન વેચાયેલા વાહનો અને કંપનીના બેંક ખાતામાં જમા થયેલી રકમ વચ્ચે મોટો તફાવત જોવા મળતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ત્યારબાદ ઇન્ફોસિટી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જનરલ મેનેજર સહિત ચાર સામે ફરિયાદ

કુડાસણ ખાતે આવેલી ગ્રીન કટારિયા ઓટો પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢી એથર બ્રાન્ડના ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ કરે છે. કંપનીના એકાઉન્ટ મેનેજર અનુજ દીપચંદ જૈને નોંધાવેલી ફરિયાદમાં ચાર કર્મચારીઓ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે.ફરિયાદમાં એકાઉન્ટન્ટ રાહુલ રાજેન્દ્રકુમાર ચતુર્વેદી, એકાઉન્ટ મેનેજર આયુષ ભીમલ કેજરીવાલ, જનરલ મેનેજર મનોજ બીનય ઠાકુર અને શોરૂમ (Gandhinagar Showroom Fraud) મેનેજર ચેતન વિજયસિંહ ભોપલાવરનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ફરિયાદ મુજબ, ચારેયે કથિત રીતે એકસંપ થઈને ગ્રાહકો પાસેથી મળેલી રકમ કંપની સુધી પહોંચે નહીં તે રીતે સોફ્ટવેરમાં નાણાકીય એન્ટ્રીઓમાં ફેરફાર કર્યો હતો.

એપ્રિલ 2024થી માર્ચ 2026 દરમિયાન ગેરરીતિનો આરોપ

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે એપ્રિલ 2024થી માર્ચ 2026 દરમિયાન શોરૂમ (Gandhinagar Showroom Fraud)માંથી વેચાયેલા સ્કૂટરોની રકમ અંગે ગેરરીતિ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.સામાન્ય પ્રક્રિયા મુજબ ગ્રાહક દ્વારા સ્કૂટરની ખરીદીની રકમ ચૂકવ્યા બાદ તેની એન્ટ્રી કંપનીના સોફ્ટવેરમાં થવાની અને રકમ કંપનીના બેંક ખાતામાં જમા થવાની હોય છે. જોકે આરોપ છે કે કેટલીક લેવડદેવડમાં ગ્રાહકો પાસેથી રકમ મેળવ્યા બાદ પણ સોફ્ટવેરમાં અલગ પ્રકારની એન્ટ્રી કરી બાકી લેણું દર્શાવવામાં આવ્યું હતું.ફરિયાદ મુજબ, ડિજિટલ સિસ્ટમમાં અન્ય કર્મચારીઓના આઈડીનો કથિત રીતે ઉપયોગ કરીને પણ ડેટામાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

Gandhinagar Showroom Fraud:નવા એકાઉન્ટન્ટને વેચાણ અને બેંક જમા વચ્ચે તફાવત દેખાયો

મામલો ત્યારે ધ્યાન પર આવ્યો જ્યારે નવા એકાઉન્ટન્ટ તરીકે જોડાયેલા અનુજ જૈને શોરૂમ (Gandhinagar Showroom Fraud)માં થયેલા વાહનોના વેચાણ અને કંપનીના બેંક ખાતામાં જમા થયેલી રકમ વચ્ચે નોંધપાત્ર તફાવત જોયો.આ અંગે તેમણે કંપનીના ચેરમેનનું ધ્યાન દોર્યું હતું. ત્યારબાદ સમગ્ર નાણાકીય વ્યવહારોની તપાસ અને ઓડિટ હાથ ધરવામાં આવી હતી.

236 ગ્રાહકોના ખાતામાં રૂ.1.86 કરોડ બાકી બતાવાયા

ઓડિટ દરમિયાન કુલ 236 ગ્રાહકોને વાહનોનું વેચાણ થઈ ચૂક્યું હોવા છતાં તેમના ખાતામાં રૂ.1.86 કરોડ જેટલી રકમ લેણી તરીકે બાકી દર્શાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.કંપનીની વ્યવસ્થા મુજબ વાહનોનું વેચાણ સામાન્ય રીતે ઉધાર પર કરવામાં આવતું ન હોવાથી આ રકમ શા માટે બાકી બતાવવામાં આવી તે અંગે તપાસ કરવામાં આવી હતી.કંપની તરફથી ગ્રાહકોનો સંપર્ક કરવામાં આવતા ફરિયાદ મુજબ અનેક ગ્રાહકોએ વાહનની સંપૂર્ણ રકમ ચૂકવી દીધી હોવાનું જણાવ્યું હતું. આ ચુકવણી રોકડ, લોન અથવા ક્રેડિટ કાર્ડ સહિતના માધ્યમથી કરવામાં આવી હોવાનું તપાસમાં જાણવા મળ્યું હોવાનો દાવો છે.

સોફ્ટવેરમાં રિવર્સ એન્ટ્રી કરીને ઉધારી બતાવ્યાનો આરોપ

આગળની તપાસમાં આયુષ કેજરીવાલ અને રાહુલ ચતુર્વેદીએ પોતાના આઈડીનો ઉપયોગ કરીને સોફ્ટવેરમાં રિવર્સ એન્ટ્રીઓ કરી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.આ રિવર્સ એન્ટ્રીઓના કારણે ગ્રાહકોના ખાતામાં રકમ બાકી હોવાનું દેખાતું હતું. બીજી તરફ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવેલી રકમ કંપનીના ખાતામાં જમા કરવામાં આવી ન હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.આ રીતે સોફ્ટવેરના ડેટા અને વાસ્તવિક નાણાકીય વ્યવહાર વચ્ચે તફાવત ઊભો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.

ઇન્ફોસિટી પોલીસે તપાસ શરૂ કરી

સમગ્ર મામલો સામે આવ્યા બાદ કંપની તરફથી પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ઇન્ફોસિટી પોલીસે ફરિયાદના આધારે જનરલ મેનેજર સહિત ચાર લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.હાલ પોલીસ દ્વારા શોરૂમ (Gandhinagar Showroom Fraud)ના સોફ્ટવેર ડેટા, બેંક ટ્રાન્ઝેક્શન, ગ્રાહકો પાસેથી થયેલી વસૂલાત, વાહનોના વેચાણના રેકોર્ડ અને કર્મચારીઓના લોગિન સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.આ કેસમાં આરોપોની હકીકત અને નાણાંની ચોક્કસ હેરફેર અંગેની અંતિમ સ્થિતિ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો:હોસ્પિટલના ટ્રસ્ટીનો દાવો, માનવ ખોપરીથી ભરેલા 8 કળશ મળી આવ્યા, ભૂતપૂર્વ ટ્રસ્ટી પર પણ 1500 કરોડની ઉચાપતનો આરોપ

આ પણ વાંચો:1,04,214 કરોડની ઉચાપતના આરોપમાં આ રિયલ એસ્ટેટ બિઝનેસમેનને મળી ફાંસીની સજા

આ પણ વાંચો:દાહોદમાં મનરેગા યોજના અંતર્ગત 70 કરોડની ઉચાપત! એજન્સીઓ અને કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ