National News/ પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા, આપત્તિજનક હાલતમાં જોતાં રચાયો ખૂની ખેલ

ઉત્તર પ્રદેશના બરેલીમાં પત્નીએ પોતાના જ પતિને પ્રેમી સાથે મળીને તેજાબ પીવડાવી (Acid Attack) દીધો છે, જેના કારણે હોસ્પિટલમાં તેનું મોત થયું છે. પોલીસે મામલો નોંધી તપાસ શરૂ કરી.

NATIONAL Top Stories India
Acid Attack

Bareilly Wife Kills Husband with Lover Acid Attack: ઉત્તર પ્રદેશના બરેલીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ પોતાના પતિને કથિત રીતે એસિડ પીવડાવી દીધું હતું. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પતિનું બાદમાં મોત થયું હતું. પરિવારનો આરોપ છે કે આ સમગ્ર ઘટનામાં મહિલાના પ્રેમીએ પણ તેનો સાથ આપ્યો હતો.

પતિએ પત્નીને પ્રેમી સાથે જોઈ હોવાનો દાવો

આ ઘટના બરેલીના બારાદરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જોગી નવાદાની હોવાનું જણાવવામાં આવે છે. મૃતક ઈસરાઈલના લગ્ન ગૌસિયા સાથે લગભગ 13 વર્ષ પહેલાં થયા હતા. શરૂઆતના વર્ષોમાં બંને વચ્ચે સંબંધો સામાન્ય હતા, પરંતુ બાદમાં પરિવારમાં વિવાદ શરૂ થયો હતો. પરિવારના જણાવ્યા અનુસાર, લગભગ ત્રણ મહિના પહેલાં ઈસરાઈલને પત્નીના મકાનમાલિક સલીમ સાથે કથિત સંબંધોની જાણ થઈ હતી. પરિવારનો દાવો છે કે ઈસરાઈલે બંનેને એક વખત વાંધાજનક સ્થિતિમાં પણ જોયા હતા.

બદનામીના ડરથી આત્મહત્યાનો પ્રયાસ

પરિવારના જણાવ્યા મુજબ, ઘટનાથી ઈસરાઈલ ખૂબ જ માનસિક રીતે પરેશાન થયો હતો અને તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, પરિવારના સભ્યોએ સમયસર તેને બચાવી લીધો હતો. ત્યારબાદ પરિવારનો આરોપ છે કે પત્ની અને તેના કથિત પ્રેમીએ ઈસરાઈલને રસ્તામાંથી દૂર કરવાની યોજના બનાવી હતી.

Acid Attack થી સારવાર દરમિયાન પતિનું મોત

પરિવારનો આરોપ છે કે મહિલા અને તેના કથિત પ્રેમીએ પતિને સરાઈલને એસિડ પીવડાવ્યું(Acid Attack) હતું. ત્યારબાદ તેની તબિયત ગંભીર બનતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પરિવારે આ મામલે પોલીસને ફરિયાદ કરી છે અને પત્ની તથા અન્ય વ્યક્તિ સામે ગંભીર આરોપો લગાવ્યા છે.

પોલીસની તપાસ શરૂ

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાંથી મળેલી માહિતી બાદ સમગ્ર મામલો પોલીસના ધ્યાન પર આવ્યો હતો. ઈસરાઈલનું એસિડ  (Acid Attack) પીવાથી મોત થયું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. પરિવારની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને પત્ની પર તેના કથિત પ્રેમી સાથે મળીને આ કૃત્ય કરવાનો આરોપ છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. ઘટનાના ચોક્કસ કારણો અને આરોપોની સત્યતા તપાસ બાદ જ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો:પુણેના કેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો વળાંક: સિયાના માતા-પિતાનું ભાવુક નિવેદન

આ પણ વાંચો:પુણેમાં ઉદ્યોગપતિના પુત્ર કેતનના મોતનો ભેદ ઉકેલાયો, મંગેતરે જ પ્રેમી સાથે મળીને ખીણમાં ધકેલ્યો !

આ પણ વાંચો:પ્રેમ કે દગો? કેતનથી લઈને સૌરભ સુધીના એ 4 મોટા મર્ડર કેસ, જ્યાં પત્ની અને મંગેતરે જ લીધો જીવ