Ahmedabad News/ વેજલપુરમાં મહિલા ડોક્ટરે સાસરિયાઓ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, પતિની અસમર્થતા બાદ દિયરના સ્પર્મથી IVF માટે કરાયું દબાણ

વેજલપુરમાં 29 વર્ષીય મહિલા ડોક્ટરે પતિ અને સાસરિયાઓ સામે દિયરના સ્પર્મથી IVF દબાણ (IVF Pressure) અને ઘરેલુ હિંસાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News:સરકારી અર્બન હેલ્થ સેન્ટરમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતી 29 વર્ષીય યુવતીએ પોતાના સાસરિયાઓ સામે ગંભીર આરોપો લગાવીને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લગ્ન પછી પતિની પિતૃત્વની અસમર્થતા સામે આવતાં સાસરિયાઓએ તેને દિયર ના સ્પર્મથી IVF (IVF Pressure) કરાવવાનું દબાણ કર્યું હતું. યુવતીએ વિરોધ કરતાં પતિ અને સાસરિયાઓએ માનસિક-શારીરિક ત્રાસ આપ્યો હતો. છેલ્લે પતિ ગુપ્ત રીતે થાઈલેન્ડ ભાગી ગયો હોવાની જાણ થતાં યુવતીને મારપીટ પણ કરવામાં આવી હતી.

દિયર ના સ્પર્મથી IVF (IVF Pressure) કરવા દબાણ કરાયું 

જુહાપુરા વિસ્તારમાં રહેતી આ યુવતીએ વર્ષ 2023માં સરકારી રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ વિભાગમાં સેક્શન ઓફિસર (ક્લાસ-1 અધિકારી) તરીકે કાર્યરત યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્નના માત્ર ત્રણ મહિના પછી જ પતિના હાથ પરના ટેટુને લઈને ઝઘડો થયો હતો. યુવતીએ પતિના ફોનની તપાસ કરી તો અનેક સ્ત્રીઓ સાથે અશ્લીલ ચેટિંગ મળી આવ્યા હતા.યુવતીના સસરા શહેર પોલીસમાં અધિકારી (PSI) તરીકે કાર્યરત છે. તેઓ પણ પુત્રવધૂને વારંવાર ધમકી આપતા હતા. આ ઉપરાંત સાસુ અને દિયર પણ તેને માનસિક ત્રાસ આપવામાં સામેલ હતા.

લગ્નના લગભગ એક વર્ષ પછી બાળક ન થતાં પતિની તપાસ કરાવવામાં આવી. મેડિકલ રિપોર્ટમાં પતિ પિતા બનવામાં સક્ષમ ન હોવાનું સામે આવ્યું. ત્યારબાદ સાસરિયાઓએ યુવતીને IVF ((IVF Pressure)) પ્રક્રિયા કરાવવાનું દબાણ કર્યું. યુવતીએ ત્રણ વખત IVF પ્રક્રિયા (IVF Pressure) કરાવી, પરંતુ કોઈ સફળતા મળી નહીં. આ પ્રક્રિયાઓ દરમિયાન તેને શારીરિક તકલીફ પણ ઘણી થઈ. ત્યારે સાસરિયાઓએ નવો આગ્રહ રાખ્યો દિયરના સ્પર્મથી IVF  (IVF Pressure)કરાવવાનો. યુવતીએ આનો સ્પષ્ટ વિરોધ કર્યો.યુવતીના વિરોધ પર પતિએ તેને અકુદરતી સંબંધો (અન્ય પ્રકારના શારીરિક સંબંધો) સ્થાપવા દબાણ કર્યું. જ્યારે તેણે ના પાડી ત્યારે પતિ અને સાસરિયાઓએ તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું.

થોડા દિવસ પહેલા પતિ સૌરાષ્ટ્રમાં બ્રિજ તપાસ અને ટ્રેનિંગનું બહાનું કાઢીને ઘરેથી નીકળી ગયો હતો. ત્યાર બાદ યુવતીને તેની વિદેશ યાત્રાની ટિકિટ મળી આવી હતી. તેણે ફોન કર્યો તો કોઈએ ઉપાડ્યો નહીં. જેના પછી સસરાએ દવાખાને આવીને ઝઘડો કર્યો અને કહ્યું કે “દીકરો કેરાલા ગયો છે”.યુવતીએ પતિનું લોકેશન તપાસ્યું તો તે થાઈલેન્ડમાં હોવાનું સામે આવ્યું હતું. પતિની ઓફિસમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે તે 15 દિવસની રજા પર છે. આ બાબતે પૂછપરછ કરવા ગયેલી યુવતીને સસરાએ ધમકી આપી હતી.

આ સમગ્ર ઘટના બાદ એક દિવસ પતિએ તેને તાત્કાલિક ઘરે બોલાવી. ઘરે પહોંચતાં જ આ મહિલાને તેના રૂમમાં પુરી  તાળું મારી દેવામાં આવ્યું હતું, ત્યારબાદ સાસુ,દિયર અને અન્ય સાસરિયાઓએ હુમલો કર્યો હતો. એટલું જ નહીં વાળ પકડીને  માર પણ મારવામાં આવ્યો અને તેને ઘસડીને બહાર લાવવામાં આવી.

આ દરમિયાન યુવતી સામેવાળાના ઘરે ભાગી ગઈ.ત્યાંથી તેણે અભયમ 181 હેલ્પલાઇનની મદદ લીધી. અને કાઉન્સેલિંગ પછી તેણે પતિ, સસરા, સાસુ અને દિયર સહિતના સાસરિયાઓ સામે વેજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.વેજલપુર પોલીસે ઘરેલુ હિંસાની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પીડિતાનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે.


આ પણ વાંચો:અમદાવાદના ડોક્ટર સાથે અનોખી ઘટનાઃ પોતાના જ સીસીટીવીના ફૂટેજથી થયા બ્લેકમેઇલ

આ પણ વાંચો: અમદાવાદના જમાલપુરમાં માસૂમ બાળક સાથે અઘોર કૃત્ય: મસ્જિદના ધાબે યુવકે કર્યો ગુનો, આરોપીની ધરપકડ

આ પણ વાંચો:અમદાવાદ SG હાઈવે પર ગમખ્વાર અકસ્માત, BRTS બસ પીલ્લર સાથે અથડાઈ, ડ્રાઈવર ફસાયો