Ahmedabad News/ અમદાવાદ આવતી-જતી ઘણી ટ્રેનો આંશિક રદ્દ, જાણો ક્યાં સુધી રેલ સેવાનો લાભ નહીં મળે

બે દિવસ માટે સૌરાષ્ટ્ર, વડોદરા, અમદાવાદ આવતી-જતી ઘણી ટ્રેનો ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામના કારણે રદ્દ કરાઈ છે. જે……..

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: પશ્ચિમ રેલ્વેએ બે દિવસ માટે સૌરાષ્ટ્ર, વડોદરા, અમદાવાદ આવતી-જતી ઘણી ટ્રેનો ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામના કારણે રદ્દ કરાઈ છે. જે લિસ્ટમાં વેરાવળ-ગાંધીનગર કેપીટલ એકસપ્રેસ, અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ, અમદાવાદ-આણંદ મેમુ સ્પેશિયલ અને જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનો સામેલ છે. 21થી 29 જુલાઈ સુધી સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-પાલનપુર સેક્શનમાં કમલી-સિદ્ધપુર-ધારેવાડા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના કામને કારણે, સાબરમતી-જોધપુર એક્સપ્રેસ સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:-

20 જુલાઈ થી 28 જુલાઈ, 2024 સુધી, જોધપુર થી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

21 જુલાઈ થી 29 જુલાઈ, 2024 સુધી સાબરમતી થી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધુપર એક્સપ્રેસ સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat Rain Live: જાણો ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ…

આ પણ વાંચો: હવામાન વિભાગે આપી અત્યંત ભારે વરસાદની ચેતવણી

આ પણ વાંચો: કેબલ ના વાયરો નાખતો ઈસમ વ્યાજખોરી માં કરોડપતિ બન્યો