સુરત શહેરમાં વ્યાજખોર ની છાપ ધરાવતા લાલી ને વ્યાજખોરી મામલે ઉધના પોલીસે ધરપકડ કરી હતી એક સમયે કેબલ લાઈન માં વાયર નાખવાનું કામ કરતો લાલી આજે કરોડોનો આસામી બની ગયો છે આલિશાન જીવન જીવતો લાલી અનેક લોકોને વ્યાજે રૂપિયા આપીને હેરાન કરી ચૂક્યો છે હાલ ઉધના પોલીસે લાલી ઉર્ફ ધર્મેન્દ્ર ની ધરપકડ કરી તેમના જ વિસ્તારમાં વરઘોડો કાઢ્યો હતો વિઓ સુરત શહેરમાં અવારનવાર અનેક વ્યાજખોરિના કિસ્સાઓ સામે આવતા હોય છે તેવો જ એક કિસ્સો સુરતનો ધર્મેન્દ્ર ઉર્ફે લાલી નો સામે આવ્યો છે લાલી એક સમયે એક કેબલ લાઈન માં વાયર નાખવાનું કામ કરતો હતો ત્યારબાદ તે વ્યાજ ખોરી ના ધંધામાં ગયો .
ખોટા કેસ તેમજ જાન એ મારી નાખવાની ધમકી આપી લાલી એ અનેક લોકોને વ્યાજના નામે હેરાન કરી મૂક્યા હતા એવો જ એક કિસ્સો અલખાણ ના જમીન દલાલ નો સામે આવ્યો હતો જમીને દલાલે લાલી પાસેથી બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેમની સામે 6.83 લાખ રૂપિયા લાલી એ પડાવી દીધા હતા બાદમાં પણ વધુ ત્રણ લાખની માંગણી કરી હતી એટલું જ નહીં 15 લાખની રકમનો ચેક લખાવી કોર્ટની અંદર ખોટા કેસ કરવાની એમાંય રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ સમગ્ર મામલે લાલી સામે પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જેને લઇને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી વ્યાજખોર લાલીની ઓફિસમાં પોલીસ તપાસ માટે ગઈ હતી જ્યાં ઓફિસના તાળાની ચાવી ન મળતા પોલીસ કર્મીઓએ ઓફિસના શટર નું તાળું હથોડા વડે તોડી ઓફિસની અંદર પ્રવેશ કર્યો હતો.
ઓફિસની અંદર પ્રવેશ કરતા જ ધર્મેન્દ્ર ઉર્ફે લાલીની હાઈટેક ઓફિસ પોલીસને જોવા મળી હતી પોલીસે જ્યારે અંદર પ્રવેશી ત્યારે જોયું કે ઓફિસમાં ડોર લોક માત્ર લાલીના બેસ્ટ ખુલતું હતું જેથી લાલી ઉર્ફે ધર્મેન્દ્રના ચહેરાથી ફેસ લોક ખોલ્યો હતો ઓફિસની અંદર પોલીસને મોટા પ્રમાણમાં ફાઈલો મળી આવી હતી આરોપી લાલીના ઓફિસેથી દસ્તાવેજો સાથે કામરેજ ની વાવ ખાતે ખેતીની જમીનના દસ્તાવેજ અને નવસારી રોડ પર 5500 વાર ઓલી જગ્યા મળી આવી હતી. આ તમામની કિંમત કરોડો રૂપિયામાં છે જેનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે માથાભારે છાપ ધરાવતો વ્યાજખોર લાલી ઉર્ફે ધર્મેન્દ્ર વ્યાજખોરીના ધંધામાંથી માલામાલ બન્યો હતો.. મહત્વનું છે કે લાલી 12% થી લઈને 20 ટકા સુધી વ્યાજ લોકો પાસેથી વસૂલતો હતો સાથે જ તેમની પાસેથી ડબલ અને ત્રીપલ રકમની ઉઘરાણી કરતો હતો જેથી ઉધના પોલીસે લાલીની ધરપકડ કરી એમના જ વિસ્તારમાં તેમનો વરઘોડો કાઢ્યો હતો.
આ પણ વાંચો: વાયુવેગે ફેલાતા ચાંદીપુરા વાયરસે 19નો ભોગ લીધો, આરોગ્ય વિભાગ સતર્ક
આ પણ વાંચો: વડોદરામાં યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં સોંપો પડી ગયો
આ પણ વાંચો: AMTS બસો અને બસ સ્ટેન્ડમાં હવે શૂટિંગ માટે કોર્પોરેશનની મંજૂરી