Vadodara News/ વડોદરામાં યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં સોંપો પડી ગયો

વડોદરામા યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે.  વડોદરામાં મકરપુરા જીઆઇડીસીમાં યુવાને આત્મહત્યા કરી હતી. તેણે ઝાડ પર ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તે ટેબલ પર ચઢી ઝાડ પર લટકી ગયો હતો.

Gujarat Vadodara Breaking News

Vadodara News: વડોદરામા યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે.  વડોદરામાં મકરપુરા જીઆઇડીસીમાં યુવાને આત્મહત્યા કરી હતી. તેણે ઝાડ પર ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તે ટેબલ પર ચઢી ઝાડ પર લટકી ગયો હતો.

વડોદરામાં ટ્રાફિકથી ધમધમતા રોડ પર આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે. શ્રમજીવીએ જીવન ટૂંકાવ્યું હોવાનું પોલીસનું અનુમાન છે. માંજલપુરની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસનું માનવું છે કે યુવાનની આત્મહત્યા પાછળ પ્રેમપ્રકરણ કે આર્થિક તંગી જવાબદાર હોઈ શકે છે. આ માટે તેનો મોબાઇલ ફોન પોલીસે જપ્ત કર્યો છે. આ સિવાય તેની બીજી વસ્તુઓ પણ પોલીસે જપ્ત કરી છે.

પોલીસ આ સિવાય પણ કેસના બીજા અનેક પાસા પર તપાસ કરી રહી છે. આ ઉપરાંત પોલીસ વ્યાજખોરનો ત્રાસ હતો કે નહીં તે પણ ચકાસી રહી છે. વ્યાજખોરોના ત્રાસના લીધે પણ આત્મહત્યા થાય છે તે પાસાને પણ પોલીસે ધ્યાનમાં રાખ્યું છે. આ વિગત તેના મોબાઇલ કોલ રેકોર્ડ પરથી મળી શકે છે. તેથી પોલીસ તેના મોબાઇલ કોલ રેકોર્ડના આધારે તેના સગાસંબંધીઓને અને મિત્રોને પૂછપરછ કરીને આ અંગે વધુ માહિતી મેળવી શકે છે.

તેની સાથે તે જુગારમાં કે સટ્ટામાં કોઈ મોટી રકમ હારી ગયો હોય તેવી સંભાવના પર પણ પોલીસ વિચારી રહી છે. કેટલાય લોકોએ જુગાર કે સટ્ટામાં જંગી રકમ ગુમાવ્યા પછી તેમને ચૂકવવાના રૂપિયા ન હોય તો તેઓ આત્મહત્યા કરતાં હોય છે. આના આધારે ક્યાં-ક્યાં સટોડિયાઓ કાર્યરત છે તે પણ ખબર પડે છે. પોલીસને વિશ્વાસ છે કે તેની કોલ ડિટેલના આધારે તેના આત્મહત્યાના કારણની જાણ થઈ જશે. હાલમાં તો પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. તેનો રિપોર્ટ આપ્યા પછી તેનો મૃતદેહ તેના સગાસંબંધીઓને સુપ્રદ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠા અને જૂનાગઢમાં થયેલા અકસ્માતમાં બેના મોત

આ પણ વાંચો: વાયુવેગે ફેલાતા ચાંદીપુરા વાયરસે 15નો ભોગ લીધો, આરોગ્ય વિભાગ સતર્ક

આ પણ વાંચો: AMTS બસો અને બસ સ્ટેન્ડમાં હવે શૂટિંગ માટે કોર્પોરેશનની મંજૂરી