- સુરત: બીમાર મહિલા સહિત 3નો આપઘાત
- માનસિક બિમારીથીં કંટાળી મહિલાએ કર્યો આપઘાત
- ઘરકંકાસના કારણે બીજી મહિલાએ જીવન ટુંકાવ્યો
- ત્રીજી મહિલાએ આર્થિક સંકળામણમાં સ્યુસાઇડ કર્યુ
આજકાલ લોકો એટલી જલ્દી હતાશ થઈ જાય છે કે તેઓ આત્મહત્યા કરતા પહેલા એક સેકન્ડ પણ વિચારતા નથી. ત્યારે આવામાં સુરતમાં આપઘાતની ઘટના સામે આવી છે. સુરતમાં માનસિક બીમારીથી કંટાળી મહિલાએ એસિડ પી જીવન ટુંકાવી લીધું હતું. આપઘાતના અન્ય બે બનાવોમાં વરાછામાં ઘરકંકાસના કારણે યુવકે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જ્યારે ભીમરાડમાં આર્થિક સંકળામણના કારણે યુવકે ઘર નજીક ઝાડ સાથે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતુ.
અમરોલી છાપરાભાઠા વલ્લભ નગર ઓમ રેસીડેન્સી ખાતે રહેતા અંજુબેન વસરાધાગા કટીંગનું કામ કરતા હતા. બે વર્ષ અગાઉ જ તેમના લગ્ન થયા હતા. શુક્રવારે સાંજે તેમણે પોતાના ઘરમાં એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને બેભાન હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા
આપઘાતના અન્ય બનાવમાં ભીમરાડ આગમ હાઈટ્સની પાછળ ઝુપડામાં રહેતા નિલેશભાઈ સંગોકર છેલ્લા કેટલાક સમયથી બેકાર હતા. તેમણે તેમના ઘરની પાછળ આવેલા ઝાડ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આર્થિક સંકળામણના કારણે તેમણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાની શક્યતા વ્યકત કરાઈ છે.
વરાછામાં લંબેહનુમાન રોડ ધોબીઘાટની ચાલ ખાતે રહેતા પૂજેશભાઈ રાઠોડછુટક મજુરી કરતા હતા. તેમની પત્ની ધાગા કટીંગ કરી પરિવારના ગુજરાનમાં મદદરૂપ થતા હતા. પતિ પત્ની વચ્ચે ઘરકંકાસ થતા તેમણે શુક્રવારે ઘરમાં જ ફાંસો ખાઈ લીધો હતો.
આ પણ વાંચો :PM મોદીએ ખેલ મહાકુંભનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- પડકારો વચ્ચે થાક્યા વિના, ઝૂક્યા વિના, દેશ આગળ વધી રહ્યો છે
આ પણ વાંચો : રક્ષા યુનિવર્સિટી દેશ માટે ઘરેણું છે : PM મોદી
આ પણ વાંચો : PM મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, અહીં જાણો સમગ્ર કાર્યક્રમની વિગત
આ પણ વાંચો :ધોળકામાં 15 વર્ષની સગીરા પર 8 નરાધમોએ આચર્યુ દુષ્કર્મ
