પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી ગાંધીનગરમાં આવેલા રાજભવનથી રોડ શો કર્યો. જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા. આ રોડ દરમ્યાન પીએમ મોદીનું મોટા ચિલોડા અને દહેગામમાં સ્વાગત કરવામાં આવ્યુ છે. ઠેર-ઠેર પીએમ મોદીનું ફૂલથી સ્વાગત કરવામાં આવ્યુ.તેઓ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિતિ રહેવાના છે. ત્યારે ગાંધીનગરથી તેમના રોડ શોનો પ્રારંભ થયો છે. ત્યારે ગાંધીનગરથી ચીલોડા સુધીના તેમના રોડ શોમાં આજે પણ જનમેદની ઉમટી પડી છે.
મોદીએ વધુમાં જણાવ્યું છેકે, આજના સમયામાં ક્રાઇમ ડિટેક્શન માટે ટેક્નોલોજી મદદરૂપ થઇ રહી છે. તેવા સંજોગોમાં યોગ્ય લોકો પાસે યોગ્ય હથિયાર અને ટ્રેનિંગની જરૂર છે. તમે કેટલાક કેસ સ્ટડી પણ ભણતા હશો. જેમાં ટેક્નોલોજીની મદદથી કેસ ઉકેલાયા છે. માત્ર પરેડ એ રક્ષાક્ષેત્રનું કામ નથી. તેટલું નહીં દિવ્યાંગ ભાઇ-બહેન રક્ષાશક્તિ ટ્રેનિંગ મેળવે તો રક્ષા ક્ષેત્રે મોટું યોગદાન આપી શકે તેમ છે.
આખા વિશ્વમાં ફોરેન્સિક સાયન્સ અને ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાંય નથી અને છે તો તે માત્ર ભારતમાં અને એ પણ ગાંધીનગરમાં છે. નેશનલ લો યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ અને રક્ષાશક્તિ યુનિવર્સિટી આ ત્રણેય યુનિવર્સિટી સાયલોમાં-એક સુત્રતાથી કામ કરે તો ધાર્યું પરિણામ મળી શકે છે. ગુનેગારોનું માનસિક અધ્યયન થવું જોઇએ કે જે જેલનો પણ માહોલ બદલવામાં કામ કરી શકે અને ગુનેગાર જેલમાંથી પણ સારો માણસ બનીને બહાર નીકળે.
PM મોદીએ વિદ્યાર્થીઓને સંબોધન કરતા કહ્યું કે, અહી આવવુ મારા માટે વિશેષ આનંદનો અવસર છે. દેશભરમા રક્ષાના ક્ષેત્રમાં જે લોકો કરિયર બનાવવા માંગે છે, આ ક્ષેત્ર માત્ર દંડો અને ગન નથી. આ ક્ષેત્ર વિશાળ છે. તેમાં વેલ ટ્રેઈન્ડ મેનપાવર સમયની માંગ છે. 21 મી સદીની ચેલેન્જિસના અનુકૂળ વ્યવસ્થા વિકસિત થાય, અને તેને સંભાળનારા લોકોનો પણ વિકાસ થાય. તેને જોતા આ યુનિવર્સિટીનો જન્મ થયો.
આજે તે દેશનો દાગીનો બન્યો છે. જે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને દેશમાં નવો વિશ્વાસ પેદા કરે છે. જે વિદ્યાર્થીઓ આજે અહીંથી ડિગ્રી લઈને નીકળ્યા છે, તેમને શુભકામનાઓ. આજના જ દિવસે આ જ ધરતીથી દાંડી યાત્રા નીકળી હતી. અંગ્રેજોની સામે ગાંધીજીના નેતૃત્વમાં જે આંદોલન ચાલ્યુ, તેમાં અંગ્રેજોને ભારતીયના સામ્યર્થનો અહેસાસ કરાવ્યો. તે સમયના વીર સેનાનીઓને હુ આદર કરુ છું.
તેમણે સમગ્ર પોલીસ વિભાગનું આધુનિકરણ કર્યું, સોફ્ટવેર બનાવ્યું, જેમાં આજસુધી ફેરબદલની જરૂર પડી નથી. દરેક પોલીસ સ્ટેશનમાં એ સોફ્ટવેર છે. તત્કાલીન મુખ્યપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ લો યુનિવર્સીટી, ગુજરાત ફોરેન્સિક યુનિ., અને રક્ષાશક્તિ યુનિ. એમ ત્રણ યુનિવર્સીટી સ્થાપી, જે જ્યાં કાયદો વ્યવસ્થા સાથે જોડાયેલા ત્રણેય પહેલુંની ટ્રેનીગ મેળવી યુવાનો તેમાં કારકિર્દી બનાવે તેવી સુવિધા ગુજરાતમાં ઉલપબ્ધ કરાવી છે.
અમિત શાહે ઉમેર્યુ કે જેવી રીતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ સાત રાજ્યોમાં એમ.ઓ.યુ કરી અને તેમના કેમ્પસ શરૂ કર્યા છે તેવી જ રીતે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી પણ અન્ય રાજ્યોમાં પોતાનું કેમ્પસ ખોલી અને તેનો વ્યાપ વધારશે.
અમિત શાહે કહ્યું કે, પીએમ મોદીએ પહેલા પોલીસનં આધુનિકરમ કર્યું, અને બાદમાં રક્ષા યુનિવર્સિટી બનાવી. આ યુનિવર્સિટી થકી તેમણે દેશભરમાં એક મોડલ તૈયાર કર્યું. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી હવે પોતાનો વ્યાપ વધારી રહી છે. આ યુનિ તમામ ક્ષેત્રમાં જઈને પોતાના કેમ્પસ ખૂલે તે દિશામાં કામ કરી રહી છે. લો એન્ડ ઓર્ડરના લેવલે કામ કરનારા લોકોને પહેલેથી જ પ્રોફેશનલી તૈયાર કરે છે. તેઓને કર્મયોગી બનાવવા સારુ ઈન્ફ્રાસ્ટ્રાક્ચર પુરૂ પાડે છે.
ગાંધીનગરમાં નેરાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. આ સમારોહમાં તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર છે.
Gujarat | PM Narendra Modi dedicates to the nation the building of Rashtriya Raksha University in Gandhinagar. He will also deliver the first convocation address of the university shortly. Union HM Amit Shah along with Governor Acharya Devvrat and CM Bhupendra Patel also present pic.twitter.com/gqggZ6gtlY
— ANI (@ANI) March 12, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) પહોંચ્યા છે. પીએમ મોદી અહીં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને RRUના પ્રથમ દીક્ષાંત સમારોહમાં તેમનું સંબોધન કરશે.
રોડ શો દરમિયાન ગાંધીનગર સેક્ટર 30 સર્કલ પર PM મોદીનું સ્વાગત કરાશે. ગાંધીનગરથી ચીલોડા સર્કલ સુધી PM ના સ્વાગતનો કાર્યક્રમ રખાયો છે. દહેગામમાં પીએમ મોદીના સ્વાગત બાદ ભવ્ય રોડ શો થશે. આ રોડ શો બાદ પીએમ મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પહોંચશે. તેઓ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી કેમ્પસના ઉદ્ધાટનમાં ઉપસ્થિત રહેશે. પીએમ મોદી પ્રથમ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. જેમાં તેઓ સંબોધન પણ કરશે. પદવીદાન કાર્યક્રમ બાદ સાંજ સુધી તેઓ રાજભવનમાં રોકાશે અને સાંજે ખેલ મહાકુંભની શરૂઆત કરાવશે. ખેલ મહાકુંભની શરૂઆત સાથે પીએમ મોદી સ્પોર્ટ્સ પોલિસી 2022ની જાહેરાત પણ કરશે.
Live: A grand welcome for PM Shri @narendramodi in Gujarat https://t.co/WkzTRnPshk
— BJP Gujarat (@BJP4Gujarat) March 12, 2022
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે યોજાનાર પદવીદાન સમારોહમાં 10 યુનિવર્સિટીના વડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો આ પદવીદાન સમારોહ છે. જેમાં 1090 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. દેશના 18 રાજ્યોમાંથી 822 વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યાં છે. આ યુનિવર્સિટીની 10 શાખાઓમાં પોલીસ વિજ્ઞાન તથા સુરક્ષા સર્ટિફિકેટ અને ડિપ્લોમા અભ્યાસ આપવામાં આવે છે. લોકસભામાં બિલ પાસ કરીને ગુજરાતની રક્ષા શક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય યુનિવર્સિટી જાહેર કરવામાં આવી હતી.
શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ આગમન બાદ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે એ માટે મ્યુનિ.તંત્ર તરફથી ૪૨૨ બસની ફાળવણી કરવામાં આવી હતી.શનિવારે સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે યોજાનારા ખેલ મહાકુંભ-૨૦૨૨ના ઉદ્દઘાટન કાર્યક્રમમાં લોકો પહોંચી શકે એ માટે ૨૪૮થી વધુ એ.એમ.ટી.એસ.બસની ફાળવણી કરવામાં આવી છે.
આ પણ વાંચો :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે, દાંડીમાર્ચ સાયકલ યાત્રામાં આપી હાજરી
આ પણ વાંચો :સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની સામાન્ય બેઠક યોજાઈ, કુલ રૂ.129 કરોડના વિકાસના કામોને મંજૂરી
આ પણ વાંચો : 2024માં ચોક્કસપણે ભાજપ ગઠબંધન જીતશેઃ અનુપ્રિયા પટેલ
આ પણ વાંચો :ઊના ગીરગઢડાની જીવાદોરી સમાન રાવલ અને મચ્છુન્દ્રી ડેમમાં દિવાળી સુધી ચાલે એટલું પાણી
