Mehsana news/ સતલાસણાની ખોડામલી ગામની પ્રાથમિક શાળાની દુર્દશા, શિક્ષકો અને વિદ્યાર્થીઓ થઈ રહ્યા છે હેરાન

મહેસાણાજીલ્લાના ખોડામલી ગામની પ્રાથમિક શાળાની દુર્દશાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે. શાળામાં વરસાદી પાણી ભરાતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે.

Top Stories Gujarat Others Breaking News

Mehsana News: મહેસાણાજીલ્લાના ખોડામલી ગામની પ્રાથમિક શાળાની દુર્દશાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે. શાળામાં વરસાદી પાણી ભરાતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. ખોડામલીની પ્રાથમિક શાળામાં દર વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાય છે. શાળામાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતા કાદવ-કીચડની સ્થિતિ પેદા થાય છે. અને આવી સ્થિતિમાં બાળકોને અભ્યાસ કરવામાં અને શિક્ષકોનો પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દર વર્ષે વરસાદની સિઝનમાં આ સમસ્યાને લઈને તંત્રમાં લેખિત રજૂઆત કરવામાં આવી છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.

ખોડામલી ગામની પ્રાથમિક શાળા વરસાદનો ભોગ બને છે. શાળાની દુર્દશા એટલી હદે ખરાબ છે કે શિક્ષકો નાના બાળકો તો શું મોટા બાળકોને પણ અભ્યાસ કરાવી શકે તેવી સ્થિતિમાં નથી. પાણી ભરાતા કાદવ-કીચડ થવાથી વિધાર્થીઓ અને શિક્ષકો હેરાન થાય છે. હાલમાં પણ ખોડામલી પ્રાથમિક શાળામા પાણી ઘુસી ગયું ખોડામલી પ્રાથમિક શાળામાં બાળકો‌ અને શિક્ષણ સ્ટાફ મુશ્કેલીમાં મૂકાયો છે. ચોમાસામા દર વખતે ખોડામલીની આ શાળામાં વરસાદી પાણી ભરાય છે.

આ બાબતે સરકારી અધિકારીઓ ને પણ વારંવાર લેખિત અને મૌખિક રજુઆત કરવા છતા આનો કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી. હજુ તો ચોમાસાની શરૂઆત છે ત્યાં આ સ્થિતિ છે ત્યારે આગામી દિવસોમાં વધુ વરસાદ પડતા સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. જો આગામી સમયમાં આ બાબતે ચોક્કસ નિર્ણય નહી લેવાય તો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળી શકે. નિયમિત અભ્યાસ ના થતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિપરિત અસર થશે. શાળામાં વરસાદી પાણીથી કાદવ-કિચડ થાય છે. હાલમાં રાજ્યમાં ચાંદીપુર વાયરસે પ્રવેશ કર્યો છે. આ વાયરસ મચ્છરના કારણે થાય છે. ત્યારે શાળામાં વરસાદના પાણીથી કાદવ-કીચડ થતા મચ્છરોનો ઉપદ્રવ થવાની સંભાવના છે. અને બાળકો કોઈ બીમારીનો ભોગ પણ બની શકે છે. શૂ આવી રિતે બાળકો ભણશે ? બાળકો બીમાર થાય તો જવાબદાર કોણ ?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વાયુવેગે ફેલાતા ચાંદીપુરા વાયરસે 19નો ભોગ લીધો, આરોગ્ય વિભાગ સતર્ક

આ પણ વાંચો: વડોદરામાં યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં સોંપો પડી ગયો

આ પણ વાંચો: AMTS બસો અને બસ સ્ટેન્ડમાં હવે શૂટિંગ માટે કોર્પોરેશનની મંજૂરી