Junagadh News : ફરી એક વાર માણાવદરમાં રાજકારણ ગરમાતા એકબીજા પર આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે. જવાહર ચાવડાએ માણાવદરમાં બેરોજગાર સહાય અભિયાન શરુ કર્યું છે અને આ મુદ્દે જવાહર ચાવડાએ કહ્યું કે મારા આ અભિયાનથી કોઇકા પેટમાં તેલ રેડાયું છે અને સમય આવ્યે બધાને જવાબ મળી જશે. આ તરફ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કહ્યું કે બેરોજગાર સહાયતા અભિયાન માત્ર રાજકીય સ્ટંટ છે.
ઘણાં લાંબા સમય બાદ જુનાગઢમાં જવાહર ચાવડાએ મૌન તોડ્યું છે. તેમણે આજથી માણાવદરમાં બેરોજગાર સહાય અભિયાન શરુ કર્યું છે. તે સમયે કેટલાક આરોપોનો જવાબ આપતાં તેમણે મીડિયાને કહ્યું કે કોઈકના પેટમાં તેલ રેડાતું હોવાનું મને ફીલ થાય છે. અભિયાન યોગ્ય દિશામાં જઇ રહ્યું હોવાનું મને લાગે છે. બધાને સમય આવશે, એટલે જવાબ મળી જશે, એમ તેમણે કહ્યું હતું.
માણાવદરમાં જવાહર ચાવડાએ આજથી બેરોજગારી સહાય અભિયાનની શરૂઆત કરી છે. પોતાના મત વિસ્તારમાં તેઓ 3 દિવસ ફરશે. જ્યાં તેઓ બેરોજગાર યુવાનોની વ્યથા જાણશે . રોજગાર સહાય અભિયાન માર્ચ અને અપ્રિલથી ચાલુ કર્યું હોવાનું તેમણે કહ્યું હતું. રોજગારની જરુરીયાત કેટલી છેતેનું હું પહેલા ફીડબેક લેતો હતો. . હવે લોકોને લાગતું હતું કે રુબરુ મળીને ચર્ચા કરીશું તો તમને સમજાવી શકીશું કારણ કે ફોન પર લોકોને સંતોષ મળતો ન હતો.
જેથી અભિયાનમાં બીજો ભાગ ચાલુ કર્યો છે. આજે અઢીસો જેટલા લોકો ચર્ચા માટે આવ્યા છે. ઘણાને મળી લીધું છે. 50 ટકા ઉપર તો ઘરના વડીલો આવ્યા હતા. સરકારનું ધ્યાન દોરીને સુધારા કરાવી શકીએ તે માટે જ્ઞાન ભેગુ કરું છું . જે આરોપો થઇ રહ્યા છે તે તો વાત ડાઇવર્ટ કરવા થાય છે, એમ તેમણે કહ્યું હતું. અભિયાન ચાલશે ત્યાં સુધી કોઇ જવાબ નહી આપું . સમય આવે ત્યારે જવાબ આપીશ. હવે મને લાગે છે કોકના પેટમાં તેલ રેડાય છે તેવું મને હવે ફીલ થઇ રહ્યું છે. અને લાગે છે કે મારુ અભિયાન યોગ્ય દિશામાં છે.
ધારાસભ્યએ જવાહર ચાવડા નિવેદન સામે વળતો પ્રહાર કર્યો છે. જવાહર ચાવડાનું બેરોજગાર સહાયતા અભિયાન માત્ર રાજકીય સ્ટંટ છે અને તે રાજકીય નાટક બાજી કરી રહ્યા છે, એમ માણાવદરના MLA અરવિંદ લાડાણીએ વળતો જવાબ આપતા કહ્યું હતું. તેમના સમર્થકો જે પાર્ટીમાં જાય ત્યાં તેમનું સ્થાન હોય અનેસૌ કોઈ જાણે છે કે તે કોને સમર્થન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે અમારી વચ્ચે સમાધાન થવાનો પ્રશ્ન જ નથી, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે 35 વર્ષથી રાજકારણમાં રહેલા જવાહરભાઇ મિનીસ્ટર અને ધારાસભ્ય રહ્યા હતા તો આવા અભિયાનની હવે કેમ જરુર પડી. આ તેમનું એક નાટક છે. કોઇના પેટમાં તેલ રેડાયું નથી. રાજકીય સ્ટંટ જ છે. એવું લાગે છે કે કંઇ નવું થશે, કોઇકનો દોરીસંચાર લાગે છે. સમાધાનનો કોઇ પ્રશ્ન નથી.
આ પણ વાંચો:નર્મદા જિલ્લાને મળ્યા નવા મહિલા પોલીસ વડા
આ પણ વાંચો:મ.પ્ર.માં ભારે વરસાદના કારણે નર્મદા ડેમની જળસપાટી 131 મીટરે પહોંચી
