Surat News/ સુરતની ટેક્સટાઈલ મિલમાં ડ્રમ ફાટતા લાગેલી આગમાં બેના મોત, અનેક મહિલા કામદારો દાઝી

પાંચથી છ કામદારોને આ બનાવમાં ઈજાઓ પહોંચી છે

Top Stories Gujarat Surat

Surat News : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં આજે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. મિલમાં કેમિકલ ભરેલું ડ્રમ અચાનક ફાટતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બે કામદારોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે. ​​​​​​

મિલમાં ડ્રમ ફાટતાની સાથે જ નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને કડોદરા તેમજ પલસાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.પ્રાંત અધિકારી વી.કે.પીપળીયાએ જણાવ્યું હતું કે, પલસાણા તાલુકાના જોળવા ગામમાં સંતોષ મિલમાં ડ્રમ ફાટવાથી આગ લાગી હતી, સ્થળ પર બે લોકોના અવસાનના પ્રાથમિક અહેવાલ છે. 20 લોકો ઈજાગ્રસ્ત છે, જેઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે.

આગ બુઝાવવાની કામગીરીમાં બારડોલી ફાયર વિભાગ, સુરત મહાનહરપાલિકા અને 8થી 10 ફાયર ફાઈટરો જોડાયેલા છે.પાંચથી છ કામદારોને આ બનાવમાં ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત કામદારોને સારવાર માટે નજીકની શિવમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કેટલાક કામદારો હજી પણ મિલમાં ફસાયેલા હોવાની શંકા છે. ફસાયેલા કામદારોને પતરા તોડીને બચાવવાની કામગીરી ચાલી રહી છે. કેટલાક કામદારોના મોત થયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત જિલ્લા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું ભારતને બદનામ કરવા માંગે છે ટ્રમ્પ? USએ યુદ્ધ વિશે કર્યો નવો દાવો, PM મોદીને ઘેર્યા દબાણમાં!

આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પે જ્યોર્જ સોરોસને ફોજદારીના આરોપોનો સામનો કરવા આપી ચીમકી

આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય દવાઓ સામે ઝૂક્યા, આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો