Dwarka News/ જામ ખંભાળિયામાં વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ, પિતાનો શિક્ષકો પર ગંભીર આરોપ

જામ ખંભાળિયા: અન્ય વિદ્યાર્થીઓના ત્રાસથી કંટાળી ધો.8ની વિદ્યાર્થિની (Student) એ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો, શિક્ષકો પર ગંભીર આરોપ

Gujarat Others Trending
Student

Dwarka News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકામાં એક ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. અહીં ખજૂરિયા ગામમાં અભ્યાસ કરતી ધોરણ 8ની એક વિદ્યાર્થિની (Student) એ અન્ય વિદ્યાર્થીઓ દ્વારા થતા સતત ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત (Suicide)કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ, ખજૂરિયા ગામની રહેવાસી આ વિદ્યાર્થિ (Student)ની સ્કૂલમાં અન્ય કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર હેરાનગતિનો ભોગ બની રહી હતી. આ માનસિક દબાણ (Mental Pressure) થી કંટાળીને તેણીએ ઝેરી દવા પી લીધી હતી. દવા પીતા જ તેની તબિયત લથડી જતાં પરિવારજનો દ્વારા તાત્કાલિક તેને જામ ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલમાં તેની સારવાર ચાલી રહી છે.

Student

પિતાનો શિક્ષકો પર ગંભીર આરોપ

આ ઘટનાને લઈને વિદ્યાર્થિની (Student) ના પિતાએ શાળાના શિક્ષકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, પોતાની દીકરીને સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા હેરાન કરવામાં આવે છે તે અંગે અનેક વખત શિક્ષકોને ફરિયાદ કરવામાં આવી હતી, છતાં શિક્ષકો દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નહોતા. પિતાના જણાવ્યા અનુસાર, શિક્ષકોની બેદરકારીને કારણે હેરાનગતિ વધુ વધતી ગઈ અને અંતે દીકરીએ કંટાળીને  આ પગલું ભર્યું.

ઘટના બાદ વિસ્તારમાં ચકચાર

આ ઘટના બાદ ખજૂરિયા ગામ તેમજ જામ ખંભાળિયા પંથકમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે. બાળકી સાથે થયેલા ત્રાસ અને શાળાની જવાબદારી અંગે શિક્ષણ વિભાગે ગંભીરતા દાખવવી જોઈએ તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે.

બાળક સુરક્ષા અને સ્કૂલ વ્યવસ્થાપન પર પ્રશ્ન

આ ઘટનાએ ફરી એકવાર સ્કૂલોમાં બાળકોની સુરક્ષા, માનસિક આરોગ્ય અને શિક્ષકોની જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. વિદ્યાર્થીઓ વચ્ચે થતા ત્રાસ (Bullying) જેવા મુદ્દાઓને સમયસર અટકાવવામાં નિષ્ફળતા કેટલી ગંભીર પરિસ્થિતિ ઊભી કરી શકે છે તેનો આ જીવતો દાખલો બન્યો છે.

હાલમાં, વિદ્યાર્થિની (Student) ની સારવાર ચાલુ છે અને પરિવાર તેની તબિયતમાં સુધારાની આશા રાખી રહ્યો છે. આ મામલે પોલીસ અથવા શિક્ષણ વિભાગ દ્વારા આગળ શું કાર્યવાહી થાય છે તેની તરફ સૌની નજર મંડાઈ છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બેરોજગારી,બીમારીથી કંટાળી સુરતમાં રત્ન કલાકારે ટેરેસ પરથી પડતું મૂક્યું

આ પણ વાંચો:સુરતમાં વધુ એક ડોક્ટરે કર્યો આપઘાત, 9માં માળેથી નીચે ઝંપલાવ્યું

આ પણ વાંચો:સુરતમાં માતાએ પુત્ર સાથે કર્યો સામૂહિક આપઘાત, મહિલાનું સારવાર દરમિયાન મોત