રાજકોટ,
જેમ 30મી સપ્ટેમ્બર નજીક આવી રહી તેમ તેમ તંત્રની માઈક્રો પ્લાનિંગથી પીએમ મોદી માટે મેગા ઇવેન્ટની તૈયારી ચાલુ થઇ ગઈ છે. જેમાં રાજકોટના રોડ -રસ્તાથી મંડીને નવા રસ્તા બનાવા સુધીની કામગીરી ચાલુ છે.
મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર અટલે કે ગાંધી મ્યુઝિયમમાં જેમ અંદર તડામાર તૈયારી ચાલી રહી તેવીજ રીતે વડાપ્રધાન એરપોર્ટથી જે રસ્તે મ્યુઝિયમ ખાતે પોંહચશે તે બધા રસ્તામાં મરહમત કાર્ય પૂર્ણ કરવમાં આવ્યું છે.
રસ્તાની સાફ-સફાઈને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું જે સ્વછતા મિશન અંતર્ગત ચાલી રહી છે. સરકારી ઇમારતોમાં લાઈટથી સુસર્જિત કરવામાં આવ્યું છે અને ચોકે ચોકે પ્રધાનમંત્રી સ્વાગત માટેના બેનરો લગાવેલ છે. જેથી રાજકોટમાં એક અનેરો માહોલ જોવા મળ્યો છે.
આ સાથે વડા પ્રધાનની ડોમની કામગીરી પણ પૂર્ણ થઇ ચુકી છે માટે આજ રોજ કલેક્ટર અને મનપા કમિશ્નરે તેની મુલાકાત લીધી હતી અને એક મોક અને પોલીસ તંત્ર અને અલગ અલગ તંત્રના અધિકારીઓ, નેતાઓ, પત્રકારો એ બૈઠક ક્યાં કરવી તેની માહિતી આપી હતી.
કલેક્ટર અને અને કમિશ્નર વડાપ્રધાનના આગમનને લઈને એલર્ટ છે સાથે પોલીસ કમિશ્નર સિક્યુરિટીને લઈને એલર્ટ છે. શહેર ભાજપ ના પદ અધિકારીઓથી માંડી કાર્યકરો દ્વારા વડા પ્રધાન આગમ ના પૂર્વ તૈયારી ની કામગીરી માં લાગેલ છે.
વડા પ્રધાનની તૈયારીને ગૃહ ખાતુ દ્વારા પોલીસ તંત્રને એલર્ટ અંગે સૂચનો દેવામાં આવી છે કે કોઈ પણ અણ બનાવના બને તેની પૂર્ણ કાળજી રાખવી. રાજકોટ જિલ્લા સહિત ગુજરાતના શરારતી તત્વોને નજર કૈદ માં રાખવામાં આવ્યા છે.
