Not Set/ ઈરાક : 2.7 મિલિયન ફોલોવર્સ ધરાવતી ઈરાકી મોડલની ગોળી મારીને કરવામાં આવી હત્યા

બગદાદ ઈરાકની રાજધાની બગદાદમાં એક ચોંકાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. ગુરુવારે બગદાદમાં એક મોડલ અને ઇન્સ્તાગ્રામ સ્ટારની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. https://www.instagram.com/p/Bnd0QVwlAQV/?taken-by=its.tarafares https://www.instagram.com/p/Bmi4XMDlFUj/?taken-by=its.tarafares https://www.instagram.com/p/BmRQg3JlOGd/?taken-by=its.tarafares તમને જણાવી દઈએ કે તારા ફરેસ નામની ૨૨ વર્ષીય મોડલની હત્યા તેની જીવનશૈલીના લીધે કરવામાં આવી છે. ફરેસ ગુરુવારે પોતાની પોર્શ કારમાં બગદાદના સારાહ વિસ્તારમાંથી પસાર […]

Top Stories World Trending

બગદાદ

ઈરાકની રાજધાની બગદાદમાં એક ચોંકાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. ગુરુવારે બગદાદમાં એક મોડલ અને ઇન્સ્તાગ્રામ સ્ટારની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

https://www.instagram.com/p/Bnd0QVwlAQV/?taken-by=its.tarafares

https://www.instagram.com/p/Bmi4XMDlFUj/?taken-by=its.tarafares

https://www.instagram.com/p/BmRQg3JlOGd/?taken-by=its.tarafares

તમને જણાવી દઈએ કે તારા ફરેસ નામની ૨૨ વર્ષીય મોડલની હત્યા તેની જીવનશૈલીના લીધે કરવામાં આવી છે. ફરેસ ગુરુવારે પોતાની પોર્શ કારમાં બગદાદના સારાહ વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી તે દરમ્યાન તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ઈરાકના ગૃહ મંત્રાલયે આ મામલે તપાસ શરુ કરી દીધી છે.

https://www.instagram.com/p/BlV4KX2l3dH/?taken-by=its.tarafares

https://www.instagram.com/p/Bk6GDC0F_7T/?taken-by=its.tarafares

૨૨ વર્ષીય મોડેલની હત્યા અજાણ્યા શક્શ દ્વારા ત્રણ વખત ગોળી મારીને કરવામાં આવી છે. પરંતુ ફરેસના ચાહકોને લાગે છે કે આ હત્યા ધાર્મિક કટ્ટરપંથીઓએ કરાવી છે કે જેઓ માને છે કે ઈરાકની મહિલાઓને પોતાના રીતે સોશિયલ મીડિયામાં એક્ટીવ રહેવાની આઝાદી નથી.

https://www.instagram.com/p/BZZcjovA2VB/?taken-by=its.tarafares

https://www.instagram.com/p/BTeYRXiD-n6/?taken-by=its.tarafares

ફરેસ પોતાની ફેશન, ટેટુ અને ડીઝાઇનર કપડાને લીધે ઘણી ચર્ચામાં હતી. તેની હત્યા બાદ સોશિયલ મીડિયા પર તેમના ચાહકોએ લખ્યું કે એક ઈરાકી મોડલ બીજી મહિલાની જેમ જ તેના જીવનને માણી રહી હતી. દુર્ભાગ્યવશ કેટલાક ચરમપંથીઓ દ્વારા તેની હત્યા કરી દેવામાં આવી. આ ઘટના પર તેમના ચાહકોએ ઘણું દુઃખ વ્યક્ત કર્યું હતું.

હત્યા થઇ તેના થોડા સમય પહેલા જ ફરેસે ઇન્સ્તાગ્રામમાં એક સુંદર મેસેજ સાથે ફોટો શેર કર્યો હતો.

https://www.instagram.com/p/BoPEA3SF0U7/?taken-by=its.tarafares