World News/ બેંગકોકની સ્કૂલમાં ખૂની ખેલ; વિદ્યાર્થીએ દાદા-દાદીની હત્યા કરી સ્કૂલમાં કર્યો ગોળીબાર, 8ના મોત

Thailand ની બેંગકોક સ્કૂલમાં એક વિદ્યાર્થીએ આડેધડ ગોળીબાર કરી 3 શિક્ષકો સહિત 8 લોકોની હત્યા કરી છે. સ્કૂલે જતા પહેલા તેણે દાદા-દાદીને પણ માર્યા હતા. જાણો સંપૂર્ણ અહેવાલ.

Top Stories World
Thailand

Thailand School Shooting: થાઈલેન્ડની રાજધાની બેંગકોક નજીક એક શાળામાં ગોળીબારની ગંભીર ઘટના સામે આવી છે. અહેવાલો અનુસાર, આઠમા ધોરણમાં ભણતા એક કિશોરે શાળામાં આડેધડ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત અનેક લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, શાળામાં ગોળીબાર કરતા પહેલાં કિશોરે પોતાના ઘરે દાદા-દાદીને ગોળી મારી હતી. ત્યારબાદ તે પરિવારની જ બંદૂક લઈને શાળાએ પહોંચ્યો અને ત્યાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો પર ગોળીબાર કર્યો. હુમલા બાદ કિશોરે પોતાને પણ ગોળી મારી દીધી હતી, જેના કારણે તેનું મોત થયું.

ઘરે દાદા-દાદીની હત્યા કરી

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કિશોરે શાળાએ જતા પહેલાં પોતાના ઘરે દાદા-દાદી પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ તે શાળાએ પહોંચ્યો અને કેમ્પસમાં ગોળીબાર શરૂ કરી દીધો. હુમલામાં ઉપયોગમાં લેવાયેલી બંદૂક પરિવારના કોઈ સભ્ય પાસેથી લેવામાં આવી હોવાની આશંકા છે. જોકે, હુમલાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Thailand
ગોળીબાર થતાં શાળામાં ભાગદોડ

Thailand ની શાળામાં અચાનક ગોળીબાર શરૂ થતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘણા વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે શાળાના પરિસરમાંથી બહાર દોડી ગયા હતા. ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ઘટના બાદ શાળાની બહાર કેટલાક શિક્ષકો એકબીજાને ભેટીને રડતા જોવા મળ્યા હતા. એક વિદ્યાર્થીએ જણાવ્યું કે શરૂઆતમાં તેને ગોળીબારનો અવાજ ફટાકડા જેવો લાગ્યો હતો. થોડા સમય બાદ તેને સમજાયું કે શાળામાં ગોળીબાર થઈ રહ્યો છે.

વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ગોળી વાગી

ઇમરજન્સી સેવાઓના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, ઘણા પીડિતોને છાતી, પીઠ અને હાથમાં ગોળી વાગી હતી. બચાવ દળ જ્યારે શાળામાં પહોંચ્યું ત્યારે ઉપરના માળે એક પુરુષ શિક્ષક મૃત હાલતમાં મળી આવ્યા હતા. અન્ય એક રૂમમાંથી એક મહિલા શિક્ષક પણ મળી આવ્યા હતા, જેમને છાતી અને હાથમાં ગોળી વાગી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ Thailand માં બનેલી ઘટનામાં કુલ 15 લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે.

Thailand માં હુમલાનું કારણ શું હતું?

થાઈલેન્ડના (Thailand) વડાપ્રધાન અનુંતિન ચાનવીરાકુલના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં કિશોર ભારે અભ્યાસના દબાણ અને માનસિક તણાવનો સામનો કરી રહ્યો હોવાની માહિતી મળી છે. આ ઉપરાંત તે મોડી રાત સુધી શૂટિંગ આધારિત વિડિયો ગેમ્સ રમતો હોવાની પણ માહિતી સામે આવી છે. જોકે, પોલીસ દ્વારા હજુ સુધી હુમલા પાછળનું ચોક્કસ કારણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. અધિકારીઓ ઘટનાની તમામ કડીઓની તપાસ કરી રહ્યા છે. આ ઘટનાએ થાઈલેન્ડમાં (Thailand) શાળાઓની સુરક્ષા અને વિદ્યાર્થીઓ પર રહેલા માનસિક દબાણ અંગે ફરી એકવાર ગંભીર ચર્ચા જગાવી છે.


આ પણ વાંચો:ઇરાન પર 48 કલાકમાં કબજાનું પ્લાનિંગ નિષ્ફળ; રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાનનો મોટો દાવો

આ પણ વાંચો:AIની મદદથી વૈજ્ઞાનિકોએ બનાવ્યા 16 નવા વાઈરસ, જાણો કેમ વધી બાયોસેફ્ટીની ચિંતા?

આ પણ વાંચો:થાઈલેન્ડની સ્કૂલમાં વિદ્યાર્થીએ કર્યું આડેધડ ફાયરિંગ; એક શિક્ષકનું મોત, 20 વિદ્યાર્થીઓ ઘાયલ