Ahmedabad News: વિદેશમાં નોકરી મેળવવાની આશામાં યુવક સાથે કથિત છેતરપિંડી (Luxembourg Work Permit Visa Fraud)નો મામલો સામે આવ્યો છે. ખેડાના 26 વર્ષીય યુવકને લક્ઝમબર્ગના વર્ક પરમિટ વિઝા અપાવવાની વાત કરી અમદાવાદના લૉ ગાર્ડન પાસે આવેલી વિઝા કન્સલ્ટન્સી મારફતે અલગ-અલગ પ્રક્રિયાના નામે લાખો રૂપિયા લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. વિઝાની પ્રક્રિયા લાંબા સમય સુધી પૂર્ણ ન થતાં અને ચૂકવેલા રૂપિયા પરત ન મળતાં યુવકે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં ફોર્ચ્યુન ઈન્ટરનેશનલના માલિક વૈભવ શિંદે સામે વિઝા આપવાના નામે રૂપિયા લેવાનો અને બાદમાં વિઝા ન આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વિદેશમાં નોકરી માટે વિઝા કંપનીનો સંપર્ક કર્યો
ફરિયાદ મુજબ, 26 વર્ષીય જતીન સોલંકી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. સપ્ટેમ્બર 2024 દરમિયાન તેને વિદેશમાં નોકરી કરવા માટે જવાનું હોવાથી તેણે અલગ-અલગ વિઝા કન્સલ્ટન્સીનો સંપર્ક શરૂ કર્યો હતો.આ દરમિયાન જતીનનો સંપર્ક અમદાવાદના લૉ ગાર્ડન નજીક આવેલી ફોર્ચ્યુન ઈન્ટરનેશનલ કંપની સાથે થયો હતો. જતીન કંપનીની ઓફિસે મળવા પહોંચ્યો ત્યારે તેને લક્ઝમબર્ગના વર્ક પરમિટ માટેની પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી હતી.
Luxembourg Work Permit Visa Fraud: વર્ક પરમિટ માટે ₹10.50 લાખના ખર્ચની વાત
ફરિયાદ મુજબ, કંપની તરફથી જતીનને લક્ઝમબર્ગના વર્ક પરમિટ (Luxembourg Work Permit Visa Fraud) માટે કુલ આશરે ₹10.50 લાખનો ખર્ચ થશે તેમ જણાવાયું હતું. ત્યારબાદ જતીને વિઝાની પ્રક્રિયા શરૂ કરાવી હતી.આ પ્રક્રિયા દરમિયાન અલગ-અલગ તબક્કે જતીને કુલ ₹2.50 લાખ ચૂકવ્યા હતા. આ ઉપરાંત VSF માટે પણ ₹15 હજાર ચૂકવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આમ, યુવક પાસેથી કુલ ₹2.65 લાખ જેટલી રકમ લેવામાં આવી હોવાનો આક્ષેપ છે.
‘વર્ક પરમિટ આવી જશે’ કહી નોકરી છોડાવ્યાનો આક્ષેપ
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે વિઝા કન્સલ્ટન્સીના માલિક વૈભવ શિંદેએ જતીનને તેની વર્ક પરમિટ આવી જશે તેમ જણાવ્યું હતું. આ દરમિયાન જતીનને તેની હાલની નોકરી છોડી દેવાની પણ સલાહ આપવામાં આવી હતી.વિદેશમાં નોકરી મળવાની આશાએ જતીને પોતાની ચાલુ નોકરી છોડી દીધી હતી. જોકે, નોકરી છોડ્યા બાદ લાંબો સમય પસાર થવા છતાં તેની વર્ક પરમિટ કે વિઝા (Luxembourg Work Permit Visa Fraud) મળ્યા નહોતા.
રૂપિયા પરત ન મળતાં પોલીસ ફરિયાદ
વિઝાની પ્રક્રિયા પૂર્ણ ન થતાં જતીને કન્સલ્ટન્સીનો સંપર્ક કરીને પોતાની રકમ પરત માગી હતી. જોકે, ફરિયાદ મુજબ તેને ચૂકવેલા રૂપિયા પરત આપવામાં આવ્યા નહોતા.આથી જતીને સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને ફોર્ચ્યુન ઈન્ટરનેશનલના માલિક વૈભવ શિંદે સામે છેતરપિંડી (Luxembourg Work Permit Visa Fraud)ની ફરિયાદ નોંધાવી છે. હાલ ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. વિઝા પ્રક્રિયા, ચૂકવાયેલી રકમ અને યુવકને કરવામાં આવેલી ખાતરી અંગે તપાસ બાદ હકીકત સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:કેનેડાના વર્ક વિઝાના નામે 2.30 કરોડનો ચૂનો! 17 લોકો બન્યા કન્સલ્ટન્સીની ઠગાઈનો શિકાર
