Ahmedabad News/ અમદાવાદમા રૂ.36 હજારની લાંચ કેસમાં મનપાના CFO અમિત ડોંગરે ટર્મિનેટ

અમદાવાદમાં છ બિલ્ડિંગની Fire NOC માટે રૂ.36 હજારની લાંચના કેસમાં ACB ટ્રેપ બાદ AMCના AMC CFO Amit Dongre ને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવ્યા…જાણો સમગ્ર મામલો

Gujarat Top Stories Ahmedabad
AMC CFO Amit Dongre 36 હજારની લાંચ, ટર્મિનેશન

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફાયર વિભાગમાં લાંચના કેસ બાદ મોટી વહીવટી કાર્યવાહી કરવામાં આવી છે. છ બિલ્ડિંગની ફાયર NOC મંજૂર કરાવવા માટે રૂ.36 હજારની લાંચ લેવાના કેસમાં ACB દ્વારા ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના (AMC CFO Amit Dongre) વતી લાંચ સ્વીકારનાર ખાનગી વ્યક્તિને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે હવે અમિત ડોંગરેને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવ્યા છે.

AMC CFO Amit Dongre: છ ફાયર NOC માટે રૂ.36 હજારની માંગ

મળતી માહિતી મુજબ, ફરિયાદીએ શહેરની છ અલગ-અલગ બિલ્ડિંગની ફાયર NOC મંજૂરી માટે ગુજરાત સરકારના પોર્ટલ પર અરજી કરી હતી. આ NOC મંજૂર કરાવવા માટે પ્રતિ બિલ્ડિંગ રૂ.6 હજાર મુજબ કુલ રૂ.36 હજારની લાંચની માંગ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.

રૂ.36 હજાર સ્વીકારતા વચેટિયો ઝડપાયો

ટ્રેપ દરમિયાન અમિત ડોંગરેના વતી ખાનગી વ્યક્તિ ભાવસિંહ ઝાલા ફરિયાદી (AMC Bribery Case) પાસેથી રૂ.36 હજારની લાંચ સ્વીકારતા ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી બાદ સમગ્ર મામલો AMCના ફાયર વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

અમિત ડોંગરે સામે વહીવટી કાર્યવાહી

ACBની કાર્યવાહી બાદ AMC દ્વારા પણ કડક પગલાં લેવામાં આવ્યા છે. લાંચના આ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી AMCના અધિકારી વર્તુળમાં પણ ભારે ખળભળાટ મચ્યો છે.

નિવાસસ્થાને પણ સર્ચ

આ કેસની તપાસના ભાગરૂપે ACBની ટીમ દ્વારા અમિત ડોંગરેના નિવાસસ્થાને પણ સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સર્ચ દરમિયાન મળેલા દસ્તાવેજો અને અન્ય વિગતોની તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે ACB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને લાંચના કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

ફાયર NOCની કામગીરી પર સવાલ

ફાયર NOC જેવી મહત્વપૂર્ણ મંજૂરી માટે લાંચની માંગણીના આક્ષેપને પગલે AMCના ફાયર વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. ACBની કાર્યવાહી બાદ હવે સમગ્ર પ્રકરણમાં આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી પર સૌની નજર છે.


આ પણ વાંચો: અમદાવાદમાં ચીફ ફાયર ઓફિસર વતી 35 હજારની લાંચ લેતા શખ્સ ACBના હાથે ઝડપાયો,ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની પણ અટકાયત

આ પણ વાંચો: સિદ્ધપુરમાં ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો, રૂ.200ની લાંચ લેતા VCE ઝડપાયો!

આ પણ વાંચો: ભાવનગરમાં ACBનો સફળ ટ્રેપ, આધાર કાર્ડમાં સુધારા માટે લાંચ લેતા ઓપરેટર ઝડપાયો