Ahemadabad/ અમદાવાદમાં ચીફ ફાયર ઓફિસર વતી 35 હજારની લાંચ લેતા શખ્સ ACBના હાથે ઝડપાયો,ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની પણ અટકાયત

અમદાવાદમાં ACB ટ્રેપ દરમિયાન AMC ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે વતી રૂપિયા 36 હજારની લાંચ લેતા ભાવસિંહ ઝાલા નામનો શખ્સ ACB ના સકંજામા

Gujarat Ahmedabad
acb trap

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ACB Trap દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેમના વતી 36 હજારની લાંચ લેતા ખાનગી વ્યક્તિ ભાવસિંહ ઝાલાને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. છ બિલ્ડિંગોની ફાયર NOC મંજૂર કરાવવા બદલ પ્રતિ બિલ્ડિંગ રૂપિયા. 6 હજારની લાંચ માંગવામાં આવી હતી. જાગૃત નાગરિકની ફરિયાદના આધારે મેમનગર ખાતે ACBએ ટ્રેપ ગોઠવી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

ACB Trap માં લાંચ લેતા ભાવસિંહ ઝાલા રંગેહાથ ઝડપાયો 

ફરિયાદી દ્વારા શહેરની છ જુદી જુદી બિલ્ડિંગોની ફાયર NOC ગુજરાત સરકારના પોર્ટલ પર મંજૂરી માટે મોકલવામાં આવી હતી. આ NOC મંજૂર કરાવવા બદલ ભાવસિંહ ઝાલાએ પ્રતિ NOC રૂપિયા. 6 હજાર મુજબ કુલ 36 હજારની લાંચની માંગણી કરી હતી. લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી ફરિયાદીએ વડોદરા ACB કચેરીમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે મેમનગર સ્થિત યસ એક્વા કોમ્પ્લેક્સ પાસે બે સરકારી પંચોની હાજરીમાં ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ભાવસિંહ ઝાલાએ . 36 હજાર સ્વીકારતા જ ACBએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો.

ફાયર NOC માટે પ્રતિ બિલ્ડિંગ રૂ. 6 હજારની માંગણી

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ફાયર NOC (Fire NOC) મંજૂર કરવાની પ્રક્રિયામાં લાંચ લેવામાં આવતી હતી. ફરિયાદી પાસેથી કુલ છ NOC માટે રૂ. 36 હજારની માંગણી કરવામાં આવી હતી. ACB હાલ તપાસ કરી રહી છે કે આ પ્રકારની માંગણી અન્ય અરજદારો પાસેથી પણ કરવામાં આવી હતી કે નહીં અને કેટલા કેસોમાં ગેરરીતિ થઈ હોઈ શકે.

ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની પણ ધરપકડ

ઓક્ટોબર 2024માં નિયુક્ત થયેલા અમિત ડોંગરે (Chief Fire Officer Amit Dongre)પોતાના વહીવટદાર ભાવસિંહ ઝાલા મારફતે લાંચ (Bribe) વસૂલતા હોવાની આશંકા છે. ભાવસિંહ ઝાલાની પૂછપરછમાં લાંચ સંબંધિત નેટવર્ક અંગે મહત્વની વિગતો મળ્યા બાદ ACBએ અમિત ડોંગરેની પણ અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

AMC ફાયર વિભાગમાં અગાઉ પણ સામે આવ્યા હતા લાંચના કેસ

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2025માં પણ પ્રહલાદનગર ફાયર સ્ટેશનના ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ ફાયર NOC માટે લાંચ લેતા ACBના હાથે ઝડપાયા હતા. આ નવી કાર્યવાહી બાદ AMC ફાયર વિભાગમાં પારદર્શિતા અને NOC પ્રક્રિયા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ACB સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે.


આ પણ વાંચો:સિદ્ધપુરમાં ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો, રૂ.200ની લાંચ લેતા VCE ઝડપાયો!

આ પણ વાંચો:અમદાવાદમાં ટ્રાફિક ASI લાંચ લેતા ઝડપાયો