Gujarat election 2022/ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં બ્રેક લઇને ગુજરાતમાં જાહેરસભા સંબોધશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે.ત્યારે તમામ રાજકિય પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે,

Top Stories Gujarat
  • ચૂંટણી નજીક આવતા દિલ્હીના મોટા નેતાઓના પ્રવાસ
  • ભારત જોડો યાત્રામાં બ્રેક લઈ રાહુલ ગાંધી આવશે ગુજરાત
  • રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈ કોંગ્રેસની તૈયારીઓ
  • ઉ.ગુજરાત સહિતના વિસ્તારોમાં સંબોધશે જાહેર સભા
  • સૌરાષ્ટ્ર અને આદિવાસી પ્રભુત્વ વિસ્તારમાં જાહેર સભા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે.ત્યારે તમામ રાજકિય પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે, રાષ્ટ્રીય નેતાઓની અવરજવર ગુજરાતમાં વધી ગયા છે. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા ગુજરાતની ચૂંટણી રસપ્રપદ બની રહેશે. કોંગ્રેસે ચૂંટણી જીતવા કમરકસી છે.ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી પ્રચાર અર્થે ગુજરાતના પ્રવાસે આવશે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી તેમની ભારત જોડો યાત્રામાં બ્રેક લઇને ગુજરાતમાં આવશે, તેઓ ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં જાહેર સભા સંબોધશે. તેઓ સૌરાષ્ટ્ર અને આદિવાસી પ્રભુત્વ વિસ્તારમાં પણ સભા સંબોધશે. રાહુલ ગાંધી ગુજરાતમાં આવવાના હોવાથી કોંગ્રેસ હાલ તેમના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી રહી છે.

નોંધનીય છે કે ગુજરાતની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને હવે ચૂંટણીપંચે ચૂંટણીની જાહેરાત પણ કરી દીધી છે. 1 તારીખે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને બીજા તબક્કાનું 5મી તારીખે મતદાન થશે સાથે જ 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે