Bhavnagar News/ ભાવનગરમાં ACBનો સફળ ટ્રેપ, આધાર કાર્ડમાં સુધારા માટે લાંચ લેતા ઓપરેટર ઝડપાયો

Aadhaar Card Bribe Case: ભાવનગર ACBએ સફળ ટ્રેપ કરીને ભાવનગર મહાનગરપાલિકાના આધાર ઓપરેટર અને એક પ્રજાજનને આધાર કાર્ડમાં સુધારા માટે રૂ.3 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા. બંને સામે કાયદેસરની કાર્યવાહી શરૂ

Top Stories Gujarat
Aadhaar Card Bribe Case: ACBનો ટ્રેપ સફળ

Bhavnagar News: ભાવનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો(Bhavnagar ACB Trap) એ વધુ એક સફળ ટ્રેપ કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનના આધાર કાર્ડ સેન્ટરમાં આધાર કાર્ડમાં સુધારા કરાવવા બદલ રૂ.3 હજારની લાંચ (Aadhaar Card Bribe Case) સ્વીકારતા આધાર ઓપરેટર અને તેના સાગરીતને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. સમગ્ર કાર્યવાહી બાદ બંને સામે ભ્રષ્ટાચાર સંબંધિત ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Aadhaar Card Bribe Case: આધાર કાર્ડમાં સુધારા માટે રૂ.3 હજારની લાંચની માંગ

ACBને મળેલી ફરિયાદ મુજબ ભાવનગરના સદ્દગુરુ ઓનલાઈન સર્વિસ સેન્ટર ચલાવતા અશ્વિન બાંભણિયા આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના વિવિધ સરકારી કામો કરાવતા હતા. તપાસમાં સામે આવ્યું કે આધાર કાર્ડમાં સુધારા કરાવી આપવા માટે તેઓ ભાવનગર મહાનગરપાલિકાના આધાર ઓપરેટર વિજય ડાભી સાથે મળીને રૂ.2 હજારથી રૂ.3 હજાર સુધીની લાંચ વસૂલતા હતા.

WhatsApp પર દસ્તાવેજ મંગાવી ગોઠવાયો ટ્રેપ

Aadhaar Card Bribe Case: ACBનો ટ્રેપ સફળ Aadhaar Card Bribe Case: ACBનો ટ્રેપ સફળ

ફરિયાદના આધારે ACBએ ડીકોય ટ્રેપ ગોઠવ્યો હતો. ડીકોય અરજદારે આધાર કાર્ડમાં સુધારા માટે આરોપી અશ્વિન બાંભણિયાનો સંપર્ક કર્યો હતો. આરોપીએ જરૂરી દસ્તાવેજો વોટ્સએપ મારફતે મંગાવી ડીકોયને ભાવનગર મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન સ્થિત આધાર કાર્ડ સેન્ટર પર મોકલ્યો હતો.

લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા

ડીકોય અરજદાર પાસેથી આધાર કાર્ડમાં સુધારા બદલ રૂ.3 હજારની લાંચ સ્વીકારતા આધાર ઓપરેટર વિજય ડાભી ACBના જાળમાં ફસાઈ ગયા હતા. સ્થળ પરથી રૂ.3 હજારની લાંચની (Aadhaar Operator Arrest) રકમ પણ કબજે કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન આરોપી અશ્વિન બાંભણિયાની ભૂમિકા પણ સામે આવતાં તેને પણ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યો છે.આ ટ્રેપ કાર્યવાહી ભાવનગર ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ટી.એસ. રીઝવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશનમાં મદદનીશ નિયામક એસ.એન. બારોટે સુપરવિઝન કર્યું હતું, જ્યારે રાજકોટ ACB એકમના નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. હાલ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: મોરબીના મત્સ્યોદ્યોગ અધિકારી ACBના ટ્રેપમાં ઝડપાયા, રૂ.50 હજારની લાંચ લેતા રંગેહાથ પકડાયા

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં સરપંચના પતિ અને ઉપસરપંચ લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો: સુરતમાં તલાટી સહિત 2 જણા લાંચ લેતા ઝડપાયા