ઇસ્લામિક સ્ટેટ પ્રભાવિત આતંકવાદી જૂથની તપાસના સંબંધમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ ગુરુવારે તામિલનાડુના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ આતંકી જૂથ પર આશંકા છે કે, તેની ભારતમાં ઇસ્લામિક કાયદો લાગુ કરવાના આશયથી હુમલો કરવાની યોજના છે.
પ્રારંભિક માહિતી મુજબ, એનઆઈએ દરોડા આજે સવારે કોઈમ્બતુર જિલ્લાના બે પાયા, નાગાપટ્ટિનમ જિલ્લાના નાગોર, થુથુકુંડી જિલ્લાના કૈલાપટ્ટિનમ અને શિવગંગા જિલ્લાના ઇલાયાનકુંડ પર પાડ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
આ કાર્યવાહી તમિલનાડુના ધરપકડ કરાયેલા કેટલાક કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન ‘અંસારુલ્લાહ’ સાથે જોડાયેલા લોકો સાથે સંબંધ હોવાના શંકાસ્પદ લોકોના ઘરોમાં કરવામાં આવી હતી. એનઆઇએએ નાગૌરમાં દરોડો પાડ્યા બાદ પૂછપરછ માટે મોહમ્મદ અજમલ નામના વ્યક્તિની અટકાયત કરી હતી. અંતિમ માહિતી ન આવે ત્યાં સુધી સર્ચ ઓપરેશન ચાલુ હતું.
NIA: Searches conducted at houses of the associates of the charge-sheeted accused, at 2 locations in Coimbatore City, one location each in Sivaganga, Tiruchirapalli, Nagapattinam and Toothukudi districts. 2 laptops, 8 mobile phones, 5 SIM cards, 1 SD card and 14 documents seized. https://t.co/utkFh8rWb8
— ANI (@ANI) October 31, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
