Not Set/ સાયબર હુમલો/ તમિળનાડુનાં કુદાનકુલમ પરમાણુ વીજ પ્લાન્ટ પર એટેક

તમિળનાડુમાં દેશના સૌથી મોટા કુડનકુલમ પરમાણુ વીજ પ્લાન્ટ (કેકેએનપી)ની સુરક્ષાનો ભંગ કરવાનો નાકામ પ્રયાસ આ વર્ષના પ્રારંભમાં કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઇએ કે, ગૃહ મંત્રાલય દ્વારા હાલમાં જ દેશમાં સાયબર એટેકનો ભય હોવાનું ભારતની તમામ મોટી અને ચાવી રૂપ સંસ્થાને જણાવવામાં આવ્યું હતું અને સાયબર સિક્યુરીટીઝ સાઉન્ડ કરવા અને એલર્ટ રહેવા માટે પણ જણાવવામાં […]

Top Stories India

તમિળનાડુમાં દેશના સૌથી મોટા કુડનકુલમ પરમાણુ વીજ પ્લાન્ટ (કેકેએનપી)ની સુરક્ષાનો ભંગ કરવાનો નાકામ પ્રયાસ આ વર્ષના પ્રારંભમાં કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઇએ કે, ગૃહ મંત્રાલય દ્વારા હાલમાં જ દેશમાં સાયબર એટેકનો ભય હોવાનું ભારતની તમામ મોટી અને ચાવી રૂપ સંસ્થાને જણાવવામાં આવ્યું હતું અને સાયબર સિક્યુરીટીઝ સાઉન્ડ કરવા અને એલર્ટ રહેવા માટે પણ જણાવવામાં આવ્યું હતું.

સાયબર હેકિંગમાં સામેલ એક અધિકારી અને સાયબર સિક્યુરિટી એક્સપર્ટના જણાવ્યા મુજબ હુમલો બીજા દેશમાંથી કરવામાં આવ્યો હતો. આ બંને લોકોએ હિન્દુસ્તાનને કહ્યું હતું કે આ હુમલાને કારણે નેટવર્કના સંવેદનશીલ ભાગને કોઈ નુકસાન થયું નથી, જે પ્લાન્ટના સંચાલન સાથે સંબંધિત છે. નેટવર્કના આ સંવેદનશીલ ભાગને કોઈપણ પ્રકારના સાયબર એટેકથી બચાવવા માટે એક અલગ નેટવર્ક હેઠળ રાખવામાં આવે છે.

પરંતુ હુમલાખોરો પ્લાન્ટના વહીવટી નેટવર્ક સુધી પહોંચવામાં સફળ થયા હતા. સાયબર સિક્યુરિટી એક્સપર્ટ પુખરાજસિંહે કહ્યું કે સરકારને આ વિશે પહેલેથી જ જાણ કરી દેવામાં આવી છે. સિંહે સોમવાર અને મંગળવારે ઘણાં ટ્વીટ કર્યા, જેમાં જણાવ્યું હતું કે હેકિંગની શોધ કરનારી ‘થર્ડ પાર્ટી’ દ્વારા તેમને પ્રથમ ચેતવણી આપવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય સુરક્ષા સંયોજકને 3 સપ્ટેમ્બરના રોજ ચેતવણી આપવામાં આવી હતી. સિંહે જણાવ્યું હતું કે હુમલાખોરોનું બીજું લક્ષ્ય હતું, જે ખૂબ ગંભીર છે, જોકે તેઓએ તેની વિગતો આપી ન હતી.

જાહેર ક્ષેત્રની કંપની ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈએલ) એ પણ બુધવારે સ્વીકાર્યું હતું કે કેકેએનપી પર સાયબર હુમલો થયો હતો. જો કે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આનાથી સિસ્ટમ પર કોઈ અસર થઈ નથી અને રિએક્ટર સંપૂર્ણપણે સલામત છે.

કેકેએનપી નેટવર્ક પરની કહેવાતી ઘટના 28 ઓક્ટોબરના રોજ એક ટ્વિટર પોસ્ટ દ્વારા ટ્વિટર પર બહાર આવી હતી. આ એકાઉન્ટનું નામ છે – a_tweeter_user. પોસ્ટમાં એક ડેટા ફાઇલનો સંકેત આપવામાં આવ્યો હતો જે સાયબર સિક્યુરિટી કંપનીની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી હતી.

જ્યારે કહેવાતા બીજા સાયબર એટેક વિશે પૂછવામાં આવ્યું ત્યારે એક સાયબર સિક્યુરિટી વિભાગના અધિકારીએ કહ્યું કે માત્ર સરકાર જ તેનો ખુલાસો કરી શકે છે. જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાષ્ટ્રીય સાયબર કોઓર્ડિનેશન સેન્ટરના વડા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પંતે તાત્કાલિક પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો. અને આ મામલે મૌન સેવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.