Mumbai News/ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો વચ્ચે સોલંકી બંધુઓ આવ્યા લાઈમલાઈટમાં

અમરેલી જિલ્લામાં સિનિયર મોસ્ટ ધારાસભ્ય હિરા સોલંકીને મંત્રી પદ મળે તો નવાઈ પામવા જેવું નહી હોય

India

Mumbai News : અમરેલી જીલ્લાના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં  ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો વચ્ચે સોલંકી બંધુઓ  લાઈમલાઈટમાં આવ્યા છે. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી અને પરષોત્તમ સોલંકી દ્વારા મુંબઇના મોગરવાડામાં આયોજિત ગણેશ મહોત્સવમા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પરિવાર સાથે પહોચ્યા છે.

જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જય શાહ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ફડણવિસ, ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે પણ સોલંકી બંધુ ના આંગણે પહોચ્યા છે. ઉલ્લેખનીય છે કે મુંબઈના અંધેરીમાં મોગરવાડા ખાતે હિરા સોલંકી અને પરષોત્તમ સોલંકી દ્વારા છેલ્લા 54 વર્ષ થી ગણેશ મહોત્સવ આયોજન કરવામાં આવૈ છે..

હાલમાં ગુજરાત સરકારના મંત્રી મંડળમાં સ્થાન માટે જબરદસ્ત લોબિંગ થઈ રહ્યું છે. આમ ગુજરાત સરકારના મંત્રી મંડળમાં ફેરબદલની અટકળો વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પરિવાર સાથે હિરા સોલંકીને ત્યાં પહોંચતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે.

રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી અને ગુજરાત સરકારના મંત્રી પરષોત્તમ સોલંકીનો રાજકીય દબદબો આજે પણ યથાયત રહ્યો છે. આગામી દિવસોમાં અમરેલી જિલ્લાના રાજકારણમાં ભારે ઉથલ પાથલના સંકેત જોવા મળી રહ્યા છે.

જેને લઈને અમરેલી જિલ્લામાં સિનિયર મોસ્ટ ધારાસભ્ય હિરા સોલંકીને મંત્રી પદ મળે તો નવાઈ પામવા જેવું નહી હોય. સોલંકી બંધુના આંગણે રાજકિય દિગ્ગજોની મુલાકાતથી અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દિલ્હીના કરોલ બાગમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટનામાં 3ના મોત, 14 ઘાયલ

આ પણ વાંચો:દિલ્હીના રાજેન્દ્રનગરમાં દુર્ઘટના, વરસાદના પાણી ભરાવાથી UPSCનાં 3 આશાસ્પદ વિદ્યાર્થીઓનાં મોત

આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટની દુર્ઘટનાના લીધે અમદાવાદ એરપોર્ટ પર બે ફ્લાઇટ રદ, મુસાફરો રઝળ્યા