Surendranagar ACB Trap: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં (Bribery Case) ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB Gujarat)એ સફળ ટ્રેપ ગોઠવી ઉંટડી ગ્રામ પંચાયત સાથે સંકળાયેલા બે વ્યક્તિઓને રૂ.5 લાખની લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યા છે. આરોપીઓમાં ગ્રામ પંચાયતના સરપંચના પતિ સંજયભાઈ પ્રતાપભાઈ કમેજળીયા અને ઉંટડી ગ્રામ પંચાયતના ઉપસરપંચ સુનીલભાઈ સુભાષભાઈ કટુડીયાનો સમાવેશ થાય છે.
ACBને મળેલી ફરિયાદ મુજબ, ફરિયાદી ઉંટડી ગામની નક્કી કરાયેલી જગ્યાએથી રેતી કાઢવા (Sand Mining Bribery) માંગતા હતા. આ માટે આરોપીઓએ પ્રતિ ટ્રક 1,000 લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ તેના બદલે ગામના ધર્માદામાં પ્રતિ ટ્રક રૂ.100 આપવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ આરોપીઓ લાંચની માંગણી પર અડગ રહ્યા હતા.
રૂ.5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
બાદમાં આરોપી (Bribery Case) સંજયભાઈ કમેજળીયાએ કુલ રૂ.6.30 લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી સાથેની રકઝક બાદ સોદો રૂ.5 લાખમાં નક્કી થયો હતો. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે સુરેન્દ્રનગર ACBનો સંપર્ક કર્યો અને સત્તાવાર (Limbdi ACB Trap) ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે ACB નો સફળ ટ્રેપ
ફરિયાદના આધારે ACBએ 21 જુલાઈ, 2026ના રોજ લીંબડી હાઇવે ચાર રસ્તા નજીક આવેલા પ્રેમવતી ભોજનાલયના કમ્પાઉન્ડમાં ટ્રેપ ગોઠવ્યો હતો. ટ્રેપ દરમિયાન સંજયભાઈ કમેજળીયાએ ફરિયાદી પાસેથી રૂ.5 લાખની લાંચ સ્વીકારી હતી, ત્યારે ACBની ટીમે તેમને (ACB Raid) રંગેહાથ ઝડપી પાડ્યા હતા.તપાસ દરમિયાન આરોપી સંજયભાઈએ પોતાના મોબાઇલ ફોન પરથી ઉપસરપંચ સુનીલભાઈ કટુડીયાને ફોન કરી વાતચીત કરી હતી. ત્યારબાદ સુનીલભાઈ પણ સ્થળ પર પહોંચતા ACBએ તેમની પણ ધરપકડ કરી હતી.ACBના જણાવ્યા અનુસાર, ઉપસરપંચે પોતાના જાહેર હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત કૃત્યમાં સહભાગી બન્યા હોવાના આરોપસર બંને વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: સુરતમાં તલાટી સહિત 2 જણા લાંચ લેતા ઝડપાયા
આ પણ વાંચો: AMCનો જુનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો
આ પણ વાંચો: લાંચ લેતા આઉટસોર્સ કર્મચારીઓ પણ હવે ‘જાહેર સેવક’ ગણાશે, ભ્રષ્ટાચાર કેસમાં થશે તાત્કાલિક કાર્યવાહી
