વિજયાદશમીએ રામ ભગવાને રાવણનો વધ કરી અસત્ય પર સત્યનો વિજય મેળવ્યો હતો. વિજયાદશમીએ શસ્ત્રપૂજનનું અનેરું મહત્વ હોય છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરીકો, ભાઈ-બહેનોને વિજયાદશમી-દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી,મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, વિજ્યાદશમી પર્વે શસ્ત્ર પૂજનનો અનેરો મહિમા છે. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના આ ઉત્સવને આપણે સૌએ પણ સદવર્તન, સદાચાર અને સત્યના માર્ગે ચાલીને વિઘટનકારી તત્વોને પરાસ્ત કરી રાષ્ટ્ર-રાજ્યના ઉદયના નિર્માણનું કર્તવ્ય નિભાવવાનું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમી પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.અને મુખ્યમંત્રી નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી કાળ દરમ્યાન વિજ્યાદશમી પર્વે શરૂ કરાવેલી શસ્ત્ર પૂજનની પરંપરામાં આ વખતે સહભાગી થવાની પોતાને તક મળી છે, તેનો હર્ષ પણ ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.
અધર્મ પર ધર્મના, અસત્ય પર સત્યના, અન્યાય પર ન્યાયના અને દુર્ગુણો પર સદગુણોના વિજયના પર્વ વિજયાદશમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
આ પાવન પર્વ સૌના જીવનમાંથી નકારાત્મકતા દૂર કરી સકારાત્મક શક્તિઓનું તેજ પ્રગટાવે તેવી પ્રાર્થના. pic.twitter.com/QFcpPguuz1
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 5, 2022
મુખ્યમંત્રીએ વિજયાદશમીનું આ પર્વ સદભાવના-સમરસતા સૌહાર્દ, આપસી પ્રેમ તથા બંધુતા અને સૌના સાથ સૌના વિકાસની નેમ પાર પાડનારૂં પર્વ બને તેવી અપેક્ષા પણ વ્યકત કરી છે.
