Gujarat News/ મોરબીના મત્સ્યોદ્યોગ અધિકારી ACBના ટ્રેપમાં ઝડપાયા, રૂ.50 હજારની લાંચ લેતા રંગેહાથ પકડાયા

Fisheries Officer Bribery: મોરબી જિલ્લાના મત્સ્યોદ્યોગ વિભાગના વર્ગ-2ના અધિકારીને રૂ.50 હજારની લાંચ લેતા ACBએ રાજકોટમાં રંગેહાથ ઝડપી પાડ્યા. જાણો સમગ્ર મામલો…

Gujrat Top Stories
Fisheries Officer Bribery: લાંચિયા અધિકારી ઝડપાયો

Gujarat News: રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (Anti Corruption Bureau) સતત કડક કાર્યવાહી કરી રહ્યું છે. આ દરમિયાન મોરબી જિલ્લાના મત્સ્યોદ્યોગ વિભાગના (Fisheries Officer Bribery) અધિકારીને રૂ.50 હજારની લાંચ લેતા ACBએ (Gujarat ACB Trap)  રંગેહાથ ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, આરોપી ખોડાભાઈ  રામાણી, જે મત્સ્યોદ્યોગ વિભાગમાં વર્ગ-2ના અધિકારી તરીકે ફરજ બજાવે છે અને બોટાદના ઇન્ચાર્જ પણ છે, તેમણે એક જાગૃત નાગરિક પાસેથી રૂ.1 લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી દ્વારા ચાલુ વર્ષે મત્સ્યોદ્યોગ વિભાગમાં ભરાયેલા ટેન્ડરોમાંથી ત્રણ ટેન્ડર મંજૂર થયા હતા, જ્યારે ચાર ટેન્ડર રદ થયા હતા.

રૂ.1 લાખની લાંચ માંગી હતી

Fisheries Officer Bribery: લાંચિયા અધિકારી ઝડપાયો
Fisheries Officer Bribery: લાંચિયા અધિકારી ઝડપાયો

આરોપીએ મંજૂર થયેલા ટેન્ડરના વર્ક ઓર્ડર અને રદ થયેલા ટેન્ડરના ડિમાન્ડ ડ્રાફ્ટ પરત આપવા માટે રૂ.1 લાખની લાંચ માંગી હતી. બાદમાં બંને વચ્ચે થયેલી વાતચીતમાં રૂ.50 હજારની રકમ પર સોદો નક્કી થયો હતો.ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ભાવનગર ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBએ ટ્રેપ ગોઠવ્યો.

રાજકોટમાં લાંચ લેતા આરોપી રંગેહાથ ઝડપાયો

22 જુલાઈ, 2026ના રોજ રાજકોટ શહેરમાં હોસ્પિટલ ચોકથી આગળ કસ્તુરબા રોડ પર SBI બેંક નજીક ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી રૂ.50 હજારની લાંચ સ્વીકારી હતી. તે જ સમયે ACBની ટીમે તેને (ACB Raid Gujarat) રંગેહાથ ઝડપી પાડ્યો અને લાંચની સંપૂર્ણ રકમ પણ જપ્ત કરી.

આ સમગ્ર ટ્રેપની કાર્યવાહી PI આઈ.જે. ગીડા (ભાવનગર ACB)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તેમની સાથે PI ટી.એસ. રિઝવી તથા ભાવનગર અને અમરેલી ACBની ટીમે કામગીરીમાં સહયોગ આપ્યો હતો. સમગ્ર કામગીરીનું સુપરવિઝન મદદનીશ નિયામક એસ.એન. બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે રાજકોટ એકમના નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલા ઇન્ચાર્જ અધિકારી તરીકે જોડાયા હતા.ACBએ આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં સરપંચના પતિ અને ઉપસરપંચ લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો: સુરતમાં તલાટી સહિત 2 જણા લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો: AMCનો જુનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો