Rajkot News/ રક્ષક જ ભક્ષક બન્યો! બીમાર પત્નીની લાચારીનો ફાયદો ઉઠાવી દીકરીનો દેહ પીંખનાર નરાધમ બાપની ધરપકડ

Rajkotના ઉપલેટામાં એક નરાધમ પિતાએ પોતાની ૧૫ વર્ષની દીકરી પર ૪ વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું. માતા કેન્સરથી પથારીવશ હોવાનો ફાયદો ઉઠાવી આચરી હેવાનિયત.

Gujarat Top Stories Rajkot
Rajkot POCSO Case

Rajkot POCSO Case Father Arrested: રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાંથી માનવતાને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક પિતાએ જ પુત્રી-પિતાના પવિત્ર સંબંધને લાંછન લગાડ્યું છે. રક્ષક જ ભક્ષક બન્યો હોય તેમ, એક દિવ્યાંગ પિતાએ પોતાની જ 15 વર્ષની સગી દીકરી પર છેલ્લા ચાર વર્ષથી સતત દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ફિટકારની લાગણી વ્યાપી છે.

માતા પથારીવશ થઈ અને પિતા હેવાન બન્યો

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, પીડિતાની માતા છેલ્લા ચાર વર્ષથી કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાય છે. કેન્સર ચોથા સ્ટેજમાં હોવાથી અને સતત આંચકીઓ આવતી હોવાથી માતા માનસિક રીતે અસ્થિર અને પથારીવશ બની ગઈ હતી. આ લાચારીનો ફાયદો ઉઠાવી નરાધમ પિતાએ પોતાની જ દીકરી પર દાનત બગાડી હતી. જ્યારે દીકરી માત્ર 15 વર્ષની હતી, ત્યારથી પિતાએ તેની સાથે હેવાનિયત શરૂ કરી હતી.

Rajkot: ઢોરમાર અને માનસિક ત્રાસ

આ હેવાન પિતા માત્ર દુષ્કર્મ આચરીને અટકતો નહોતો, પરંતુ દીકરી આ વાત કોઈને ન કહે તે માટે તેને ઢોરમાર મારીને શારીરિક અને માનસિક ત્રાસ પણ આપતો હતો. પિતાના ડર અને સામાજિક બદનામીની બીકે દીકરી આ નરક જેવી યાતના મૂંગા મોઢે સહન કરતી રહી હતી. પરંતુ અત્યાચારની હદ વટાવી જતાં આખરે દીકરીએ હિંમત ભેગી કરી પોલીસનો સહારો લીધો હતો.

Rajkot POCSO Case

પોલીસે નરાધમ પિતાની કરી અટકાયત

પીડિતાએ હિંમત દાખવી ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પોતાની આપવીતી વર્ણવતા પોલીસે તાત્કાલિક અસરથી ગુનો નોંધ્યો હતો. ઉપલેટા પી.આઈ. બી.આર. પટેલના જણાવ્યા અનુસાર, આરોપી પિતા વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો (POCSO) હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી લેવામાં આવી છે. હાલ પીડિતાની મેડિકલ તપાસ અને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાએ સમાજમાં દીકરીઓની સુરક્ષા અને કથળતા માનવીય મૂલ્યો સામે મોટા સવાલો ઉભા કર્યા છે. લોકોમાં આ નરાધમ પિતા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો: અમદાવાદમાં લગ્નની લાલચ આપી યુવકે મહિલા કોન્સ્ટેબલ પર વારંવાર આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો: અમદાવાદમાં સગીરા સાથે ગેંગરેપ : પડોશી યુવકે ઘરે બોલાવી મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો: અમદાવાદમાં વિધર્મીએ હિંદુ નામ ધારણ કરી યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ