Gandhinagar News : ઉતરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે.આ તહેવાર પતંગ રસિકોના જીવનમાં નવો ઉમંગ લાવે છે. એ તો ખરું, પણ આ ઉત્સવ રાજ્યમાં પતંગ (Kite)બનાવતી બહેનોના જીવનમાં પણ પરિવર્તન લાવે છે. ચાલો, જોઈએ કેવી રીતે પતંગ (kite)બનાવવાની કળા બહેનોને બનાવી રહી છે આત્મનિર્ભર… ગાંધીનગરના સેક્ટર 12 મા 30 જેટલી બહેનો પતંગ બનાવવાની તાલીમ મેળવી રહી છે.
પતંગ (Kite)બનાવવાની તાલીમ દરમિયાન મહિલાઓને ₹4,500નું સ્ટાઈપેન્ડ અપાય છે

આ તાલીમથી તેઓ પતંગ ના વેચાણના બજારમાં વધુ નફો પ્રાપ્ત કરી શકશે. એક મહિનાની પતંગ બનાવવાની તાલીમ દરમિયાન મહિલાઓને ₹4,500નું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. વર્ષમાં 90 થી વધુ મહિલાઓએ આ તાલીમ પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત ‘આર્ટિઝન કાર્ડ’ ધરાવતા કારીગરને વ્યવસાય શરૂ કરવા આર્થિક સહાય પ્રાપ્ત થાય છે.
આમ, પતંગ (Kite)બનાવવાની આ તાલીમથી મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી શકશે.કહી શકાય કે, ઉતરાયણ માત્ર એક તહેવાર નથી, પરંતુ કાગળ અને કળાના સંગમથી મહિલાઓના જીવનમાં આવેલા આર્થિક પરિવર્તનનો મહોત્સવ છે.
