Junagadh News : ગીર વિસ્તારમાં આ વખતે ઉતરાયણનો તહેવાર કઈક અલગ રીતે ઉજવી ઈકોઝોનનો વિરોધ કરવામાં આવશે. ગીરમાં ઈકોઝોનના મુદ્દે ગીર વિસ્તારમાં તણાવ વધી રહ્યો છે. ઈકોઝોનની લડતના પ્રણેતા અને આપનેતા પ્રવીણ રામે જાહેર કર્યું છે કે આ વખતે ઉતરાયણનો તહેવાર ઈકોઝોન વિરોધમાં ઉજવવામાં આવશે.
પ્રવીણ રામે એક વિડિયો સંદેશમાં જણાવ્યું છે કે, “આ વખતે ઉતરાયણમાં ઈકોઝોન સાથેના સ્ટીકરો વાળા પતંગો, ફુગ્ગાઓ અને બલૂન ચગાવીને ત્યારબાદ તેમને કાપી નાખવામાં આવશે. આ રીતે ઈકોઝોનના પતંગો કાપીને ભાજપ સરકારને એક સંદેશ આપવામાં આવશે કે જો સરકાર ઈકોઝોન લાગુ કરશે તો ગીરના લોકોએ જેમ પતંગ કાપી નાખી એમ ઈકોઝોનને પણ કાપી નાખશે.”
આપનેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યું કે, “જો સરકાર હજુ પણ નઈ અટકે તો આવનારા દિવસોમાં ગીરના લોકો ભાજપની પતંગને કાપીને ગીરમાં બીજી કોઈ પતંગ ચગાવી દેશે.” આ નિવેદન બાદ ગીર વિસ્તારમાં તણાવ વધવાની શક્યતા છે. ઈકોઝોન સામેનો આ પ્રકારનો વિરોધ સરકાર અને વિપક્ષ વચ્ચે તકરાર વધારી શકે છે.
