Junagadh/ ઇકો ઝોન મુદ્દે અનોખો વિરોધ, ઉતરાયણ પર્વે નવતર અંદાજમાં વિરોધ

આપનેતા પ્રવીણ રામે ઇકોઝોન હટાવો ના નારા સાથેના પતંગો ચગાવીને ઉત્તરાયણની અલગ રીતે ઉજવણી કરી

Top Stories Gujarat Others Breaking News

Junagadh News : જુનાગઢમાં ઇકો ઝોનને લઈને ગરીબો અને વ્યાપારીઓએ અનોખા રીતે વિરોધ નોંધાવ્યો. ઉતરાયણ પર્વને લઈ ગામના લોકો અને પતંગબાજોએ કાયદાની વિરુદ્ધતામાં કાવ્યાત્મક રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો. પતંગ ઉડાવીને તેમણે કાયદાને તરત જ રદ કરવા અને તેમના પરિપરંપરાગત જીવનશૈલી પર કોઈપણ પ્રકારની પ્રતિબંધ લાદવાની નારીનો માંગ કરી.

ગીરમાં ઉતરાયણના દિવસે આપનેતા પ્રવીણ રામે જાહેર કરેલા પ્રોગ્રામ અંતર્ગત  ઠેર ઠેર અલગ રીતે વિરોધ સાથે ઉતરાયણનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ઉતરાયણના દિવસે ગીરના તમામ ગામડાઓમાં ઇકોઝોન હટાવો ના નારા સાથેના પતંગો ચગાવી ઉત્તરાયણની અલગ રીતે ઉજવણી કરવા પ્રવીણ રામ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. ત્યારે આ આહવાનને ધ્યાને લઇ તાલાલા, મેંદરડા અને વિસાવદરમાં વહેલી સવારથી યુવાનો અને નાના નાના ભૂલકાઓ ઉતસાહ સાથે ઇકોઝોન હટાવો ના નારા સાથે પતંગો ચગાવતા નજરે પડી રહ્યા છે.

આ વિરોધમાં નાના ભૂલકાઓ પણ બાકાત રહ્યા નથી, નાના ભૂલકાઓ ઇકોઝોન નબુદના બેનરો સાથે ડાન્સ કરી રહ્યા છે અને રાજવીર રામ નામનો નાનો બાળક ભાજપ સરકારને ઇકોઝોન નાબૂદ કરવા માટે અપીલ કરતો જોવા મળે છે પ્રવીણ રામના આ આહવાન બાદ વહેલી સવારથી રાજુભાઇ બોરખતરીયા,હરેશભાઈ સાવલિયા,દિનેશભાઈ પટેલ ,વિજય હીરપરા તેમજ અન્ય આગેવાનો આ આયોજનને સફળ બનાવવા કામે લાગી ગયા છે. આ પ્રોગ્રામ બાબતની પ્રતિક્રિયા આપતા પ્રવીણ રામે જણાવ્યું કે આ પ્રોગ્રામથી અમે સરકારને ઇકોઝોન સદંતર નાબૂદ કરવા સપષ્ટ સંદેશ આપીએ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જૂનાગઢમાં ઇકોઝોનને લઈને ‘ઇકોનોમી ક્લાસ’નુ આંદોલન

આ પણ વાંચો: જૂનાગઢમાં ઇકો સેન્સેટિવ ઝોનનો અનોખો વિરોધ

આ પણ વાંચો: જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક ગામોના ઇકોઝોનમાં સમાવેશ સામે વિરોધ